For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તાને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે 14 દિવસથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. બંને સહયોગી દળ સીએમ પદને લઈ જીદ પર ઉતર્યા છે. આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને સંદેશ આપ્યો છે કે તેઓ મુખ્યમંત્રીનું પદ આપવા તૈયાર છે, તો તેમને કોલ કરે નહિતો નહિ. તેમણે ગુરુવારે કહ્યું કે ભાજપ સાથે ગઠબંધન તોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી, પરંતુ તેમને ભાજપથી લોકસભા ચૂંટણી દરમિયાન સત્તાને લઈ કરેલ સમજૂતીનું પાલન કરવાની ઉમ્મીદ છે.

ભાજપને કહી દીધું

ભાજપને કહી દીધું

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સ્થિત શિવસેનાના ધારાસભ્યો સાથેની વાતચીતમાં કહ્યું કે ગઠબંધન તો તોડવા નથી માંગતો, પરંતુ હું ઈચ્છું છું કે ભાજપ લોકસભા ચૂંટણી સમયે લેવામાં આવેલ ફેસલાને લાગૂ કરે. તેમણે કહ્યું કે તેઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે વાતચીત માટે તૈયાર હતા, તેઓ લોકસભા ચૂંટણી સમયે લેવામાં આવેલ ફેસલા પર સહમત થા. તેમણે આગળ કહ્યું કે ભાજપ સાથે વાતચીત માટે તૈયાર છે, માત્ર એક શરતે કે લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ ફેસલાથી સહમત થાય.

સમજૂતી પર સહમત હોવા પર ફોન કરે

સમજૂતી પર સહમત હોવા પર ફોન કરે

શિવસેના પ્રમુખે બેઠકમાં આગળ કહ્યું કે જો ભાજપ અમને 2.5 વર્ષ માટે મુખ્યમંત્રીનું પદ આપવા માટે નિર્ણય લે છે તો તેઓ મને કોલ કરી શકે છે, અન્યથા નહિ. અમારી પાર્ટી સ્વાભિમાનથી નિકળી છે. અણે ભાજપને સાઈડલાઈન કરવા નથી માંગતા. સીએમનું નિવેદન બિલકુલ અનુચિત હતું. હું જૂઠું બોલી રહ્યો હોવ તેવું તેઓ સાબિત કરવા માંગે છે તો આ યોગ્ય નથી. જો ભાજપ પોતાના વચન પૂરાં કરવા નથી માંગતુ તો વાતચીતનો શું મતલબ? શિવસેનાનું કહેવું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન જે સમજૂતી થઈ હતી, તે મુજબ સીએમ પોસ્ટ પર 2.5 વર્ષના સમયગાળા માટે સમજૂતી થઈ હતી.

ઉદ્ધવનો ફેસલો મંજૂર

ઉદ્ધવનો ફેસલો મંજૂર

જે શિવસેના ધારાસભ્યોએ બેઠકમાં ભાગ લીધો, તેમણે કહ્યું કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જે પણ ફેસલો લેશે તે અમને મંજૂર હશે. વર્તમાન પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાનો અધિકાર અમોએ પાર્ટી પ્રમુખ પર છોડી દીધો છે. ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું કે તેઓ જે કંઈપણ ફેસલો લેશે તેનું અમે સમર્થન કરીશું. અન્ય એક ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે તમામ ધારાસભ્યોએ અંતિમ નિર્ણય લેવા માટે પાર્ટી પ્રમુખને ફ્રી હેન્ડ આપ્યો છે.

મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ

મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા મહિને સંપન્ન થયેલ વિધાનસબા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપને સૌથી વધુ 105, શિવસેનાને 56, એનસીપીને 54 સીટ અને કોંગ્રેસને 44 સીટ પર જીત હાંસલ થઈ છે. ચૂંટણી પહેલા ગઠબંધન કરી ચૂંટણી લડનાર ભાજપ અને શિવસેનાને કુલ મળી 161 સીટ મળી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાનો હાલનો કાર્યકાળ નવ નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.

શિવસેનાની બેઠક પૂર્ણ, હોર્સ ટ્રેડિંગના ડરથી ધારાસભ્યો બે દિવસ માટે 5 સ્ટાર હોટલમાં શિફ્ટ થશેશિવસેનાની બેઠક પૂર્ણ, હોર્સ ટ્રેડિંગના ડરથી ધારાસભ્યો બે દિવસ માટે 5 સ્ટાર હોટલમાં શિફ્ટ થશે

English summary
call me if you are ready to give the cm post: Uddhav to BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X