For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું!

લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સવારથી ચાલી રહેલી ઘટનાઓને જોતા જ લાગી રહ્યું હતું કે સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે. ત્યારે હવે આખરે કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યુ છે.

Captain Amarinder Singh

પંજાબમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે ત્યારે ખબર તો એવી પણ છે કે કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમરિંદરે તેમના સમર્થક ધારાસભ્યો સાથેની બેઠકમાં આ જાહેરાત કરી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આજે સાંજે 5 વાગ્યે વિધાયક દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાઈ શકે છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનું અપમાન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. ત્યારબાદથી જ અટકળો લાગી રહી હતી કે, સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે.

English summary
Captain Amarinder Singh resigns as CM of Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X