ચાચા ચૌધરી, સાબૂને જન્મ આપનાર કાર્ટૂનિસ્ટ પ્રાણનું નિધન

pran-kumar-cartoonist-600
ગુડગાંવ: એક દુખદ સમાચાર ગુડગાંવથી આવી રહ્યાં છે, દેશભરમાં મશહૂર કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માનું બુધવારે સવારે નિધન થઇ ગયું છે. તે 75 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારીથી પિડાતા હતા.

સામાન્ય રીતે સામાન્ય પ્રજાજનો વચ્ચે કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્મા ફક્ત પ્રાણના નામથી મશહૂર હતા. તેમનો જન્મ 15 ઓગષ્ટ, 1938ના રોજ લાહોરમાં થયો હતો. ભારતીય કૉમિક જગતમાં સૌથી સફળ અને લોકપ્રિય કાર્ટૂનિસ્ટ પ્રાણે 1960થી કાર્ટૂન બનવાની શરૂઆત કરી. પ્રાણ કુમાર શર્માને સૌથી વધુ લોકપ્રિયતા તેમના પાત્રા ચાચા ચૌધરી અને સાબૂએ અપાવી. ચાચા ચૌધરી સિવાય બિલ્લૂ, પિંકી, બિલ્લૂ, રમણ, છન્ની ચાછી, સહિત કેટલા અન્ય કાર્ટૂન કેરેક્ટર્સને રચનાર પ્રાણ કુમાર શર્મા હતા.

સર્વપ્રથમ લોટપોટ માટે બનાવવામાં આવેલા તેમના કાર્ટૂન પાત્ર લોકપ્રિય થાય અને આગળ જઇને ચાચા ચૌધરી અને સાબૂને કેન્દ્રમાં રાખીને સ્વતંત્ર કૉમિક મેગેજીનો પ્રકાશિત કરી.

પ્રાણ કુમાર શર્માના નિધનથી સાહિત્ય અને કૉમિક ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોએ પ્રાણના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરતાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X