મૉબ લિચિંગ પર પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે FIR, કોર્ટનો આદેશ
પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે FIR નોંધવામાં આવી છે.
જુલાઈમાં દેશના અલગ અલગ ક્ષેત્રની 50 જાણીતી હસ્તીઓએ મૉબ લિંચિગ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. વળી, પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે FIR નોંધવામાં આવી છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા તરફથી બે મહિના પહેલા કરવામાં આવેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.

સુધીર કુમાર ઓઝાએ કહ્યુ કે સીજેએમે 20 ઓગસ્ટના રોજ તેમની અરજી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ગુરુવારે પોલિસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. ઓઝાનો આરોપ છે કે આ હસ્તીઓએ દેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને કથિત રીતે બગાડી છે. પોલિસે આ કેસમાં જણાવ્યુ કે આઈપીસીની સંબંધિત કલમોમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં રાજદ્રોહ, ઉપદ્રવ, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.
ગઈ 23 જુલાઈના રોજ પીએમને જે 49 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો હતો તેમાં મણિરત્નમ, અદૂર ગોપાલકૃષ્ણન, અનુરાગ કશ્યપ અને અપર્ણા સેન, કોંકણા સેન શર્મા, સૌમિત્ર ચેટર્જી જેવા ઘણા ફિલ્મ નિર્દેશક અને કલાકારો શામેલ હતા. આ લોકોએ દેશમાં મૉબ લિંચિંગની ઘટનાઓને અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, ડૉકટર અને સામાજિક કાર્યકર્તા વિનાયક સેન, વિદ્વાન અને સમાજશાસ્ત્રી આશીષ નંદી એ લોકોમાંથી છે જેમણે પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પત્રમાં કહેવામાં આવ્યુ હતુ, 'પ્રધાનમંત્રીજી, તમે સંસદમાં આ રીતની લિંચિંગની ટીકા કરી પરંતુ તે પૂરતુ નથી. વાસ્તવમાં ગુનેગારો સામે શું કાર્યવાહી કરવામાં આવી અફસોસ છે કે 'જય શ્રી રામ' એક ભડકાઉ યુદ્ધ બની ગયુ છે. આજે આ કાયદો વ્યવસ્થા માટે સમસ્યા બની ગયુ છે અને ઘણી લિંચિંગની ઘટનાઓ આના નામે થઈ રહી છે.'












Click it and Unblock the Notifications
