For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેનારા કથિત કથાકાર તરુણ મુરારી બાપુ સામે કેસ નોંધાયો!

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નરસિંહપુર, 4 જાન્યુઆરી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરસિંહપુરના સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર સોમવારે છિંદવાડા રોડ પર વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.

Tarun Murari Bapu

તરુણ મુરારી બાપુએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી ન તો મહાત્મા છે અને ન તો રાષ્ટ્રપિતા હોય શકે છે. જીવતી વખતે દેશના ટુકડા થઈ ગયા તેથી તેને દેશદ્રોહી કહેવા જોઈએ.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તરુણ મુરારી બાપુના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલામાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પોલીસ સ્ટેશન ગંજમાં આઈપીસીની કલમ 153, 504, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે તરુણ મુરારી બાપુ હજુ પણ પોતાની વાત પર અડગ છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી ગાંધીજીને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ પહેલા રાયપુર ધર્મ સંસદમાં પણ ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ હતું, જેને લઈને પણ એફઆરઆઈ નોંધાઈ હતી.

English summary
Case registered against alleged storyteller Tarun Murari Bapu for calling Mahatma Gandhi a traitor!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X