ફરી સર્જાશે રોકડની અછત, 5 દિવસ માટે બેંકો બંધ

24 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે બેંકો બંધ રહેશે. એવામાં આ પાંચ દિવસ દરમિયાન લોકોને ફરી એકવાર રોકડની ખોટ પડે એવું બને.

જો તમારું બેંક નું કોઇ કામ બાકી હોય, તો જલ્દી પૂરું કરી લો. ચૂકી ગયા તો પાંચ દિવસ રાહ જોવી પડશે, કારણ કે આ અઠવાડિયે બેંક પાંચ દિવસ સુધી બંધ રહેશે. 24 ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે, એવામાં ફરી એકવાર રોકડની ખોટને કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડે એવું બને, કારણ કે બેંક બંધ રહેતાં એટીએમ માં પણ રોકડ પૂરી થઇ જશે.

bank holiday

એટલે કે 23 ફેબ્રુઆરી અને ગુરૂવાર સુધીમાં તમારે બેંકના તમામ કામ પતાવી લેવા પડશે. જો કે, બેંકની આ રજાઓ દરમિયાન પણ તમે ઓનલાઇન બેંકિગ દ્વારા ફંડ ટ્રાન્સફર અને અન્ય કામ કરી શકશો.

કયા કયા દિવસે બંધ રહેશે બેંક?

22 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના જે વિસ્તારોમાં મતદાન થનાર છે, ત્યાં બેંકો બંધ રહેશે.
24 ફેબ્રુઆરી - મહાશિવરાત્રિ નિમિત્તે રજા
25 ફેબ્રુઆરી - મહિનાનો ચોથો શનિવાર
26 ફેબ્રુઆરી - રવિવાર
28 ફેબ્રુઆરી - રાષ્ટ્રીય હડતાલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X