કર્ણટકામાં ચૂંટણી આયોગએ અત્યાર સુધીમાં જપ્ત કર્યા 305 કરોડ કેશ, 74 કરોડની દારુ, 81 કરોડનું સોનુ
કર્ણાટક ચૂંટણીમાં જેવી રીતે પૈસાના દમ પર ચૂંટણી લડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેના પર ચૂંટણી આયોગની બાઝ નજર છે. ચૂંટણી આયોગ અત્યાર સુધી રાજ્યમાં 305 કરોડ કેશ, દારુ, ડ્રગ્સ વગેરે સીઝ કરી ચૂક્યુ છે. પ્રદેશમાં 29 માર્ચે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી ચૂંટણી આયોગે આ રકમ સીઝ કરી છે.

આ પહેલાની ચૂટંણી 2018 માં 83 કરોડ રૂપિયા ચૂંટણી આયોગે જપ્ત કર્યા હતા. પરંતુ આ વર્ષે ચૂટણીમાં આયોગે 300 કરોડ રૂપિયા કરતા વધારે જપ્ત કર્યા છે. ચૂંટણી આયોગની તરફથી 110 કરોડ રૂપિયા કૈશ 74 કરોડ રૂપિયા દારુ, 81 કરોડ રૂપિયાનું સોના ચાંદી, 18 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને 22 કરોડ રૂપિયાની ફ્રીબીજને જપ્ત કર્યુ છે.
આ વસ્તુઓને જપ્ત કરવામાંને લઇને ચૂંટણી આયોગે આ ચૂંટણીમાં અત્યાર સુધી કુલ 2346 કરોડ એફઆઇઆર નોધી છે. અધિકારીઓએ જણા્વ્યુ હતુ કે, ચૂંટણીની જાહેરાત પહેલા 9 થી 27 માર્ચ વચ્ચે 58 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી આયોગ રાજવી કુમારે 205 કરોડ રૂપિયાનો જપ્ત કર્યાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, સ્થાનિક અધિકારીઓને જવાબદારી નક્કી હોવી જોઇે. જે પૈસાની તાકાતને ઓછી કરવામાં નિષ્ફળ જઇ રહ્યુ છે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને સારી વ્યવસ્થા હોવી જોઇએ. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તે સરહદી વિસ્તારોમાં પોતાનું અભિયાન વધારે. નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરે.
કુમારે અધિકારીઓને કહ્યુ કે, સહરદી રાજ્યો બોર્ડર પર કડકાઇ અને પેટ્રોલિગને વધારમાં આવે. તે ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે અધિકારીઓને કહ્યુ કે, સામાન્ય લોકોને હેરાન કર્યા વગર ચોક્સાઇ વધારવામાં આવે.
જણાવી દઇએ કે, કર્ણાટકામાં અત્યાર 224 વિધાનસભા સીટો પર 10 મે ને ચૂંટણી થવી જોઇે. જ્યારે ચૂંટણીની જાહેરાત 13 મે ના રોજ થશે.












Click it and Unblock the Notifications
