RBI નવો આદેશ: 1 જાન્યુઆરીથી ATMથી નીકાળાશે 4500 રૂપિયા
નોટબંધીની જાહેરાત પછી આરબીઆઇએ પૈસા નીકાળવાની વીકલી લિમિટમાં આ ફેરફાર કર્યા છે. વધુ વાંચો અહીં...
નોટબંધીના 50 દિવસ પૂરા થયા પછી નવા વર્ષથી લોકોને થોડીક રાહત મળશે. ભારતીય રિર્ઝવ બેંક (RBI) એ શુક્રવારે એટીએમથી પૈસા નીકાળવા માટે નવી લિમિટની જાહેરાત કરી છે. જે મુજબ 1 જાન્યુઆરીથી 2500 રૂપિયાની જગ્યાએ હવે તમે એટીએમ કાર્ડથી 4500 રૂપિયા પ્રતિ દિવસ નીકાળી શકો છો. જો કે આરબીઆઇએ પૈસા નીકાળવાની વીકલી લિમિટમાં કોઇ ફેરફાર નથી કર્યો.

વીકલી લિમિટ હજી પણ 24000
નોટબંધીની જાહેરાત પછી 25 નવેમ્બરે આરબીઆઇએ જે પૈસા નીકાળવાની વીકલી લિમિટને લઇને નોટીફિકેશન જાહેર કર્યું હતું તે મુજબ સપ્તાહમાં તમે ખાલી 24000 રૂપિયા જ નીકાળી શકશો. આ પહેલા એટીએમથી પૈસા નીકળવાની લિમિટને લઇને પણ આરબીઆઇએ જાહેરાત કરી હતી. આરબીઆઇએ 20 નવેમ્બરથી નોટિફિકેશન જાહેર કરી એટીએમથી કેશ નીકાળવાની લિમીટ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા પ્રતિદિવસ કરી દીધી હતી.
50 દિવસ પૂર્ણ
કાળાનાણાં રોક લગાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. તેના હવે 50 દિવસ પણ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 50 દિવસ પૂર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે ફરી કોઇ નવી જાહેરાત કે રાષ્ટ્રના નામે સંબોધન કરી શકે છે.












Click it and Unblock the Notifications
