ભારતમાં કસીનો ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 1000 કરોડ પર પહોંચ્યું
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ગોવામાં કસીનો ઇન્ડસ્ટ્રીમાં હંમેશા તેજી રહે છે. તાજેતરમાં જ વિદેશ પ્રવાસ મોંધા બની ગયા બાદ હવે દરિયાકાંઠા ઉપર આવેલા ગોવામાં અમીર ભારતીયો કસીનોમાં જવા ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. આ કારણે દેશની કસીનો ઇન્ડસ્ટ્રીમાં વાર્ષિક ટર્નઓવરનો આંકડો રૂપિયા 1000 કરોડને પાર પહોંચી ગયો છે.
આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે વાસ્તવિક આંકડો આનાથી પણ ખૂબ ઊંચો છે. વૈશ્વિક સ્તરે મકાઉ અને લાસવેગાસને કસીનો માટે મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. પરંતુ આ જગ્યા ઉપર પહોંચવું ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. જેના પરિણામ સ્વરૂપે હવે અમીર લોકો ગોવામાં જવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે ગોવામાં કસીનોની આવકમાં પણ હાલમાં વધારો થયો છે.

ગોવામાં અનેક કસીનો આવેલા છે જેમાં મોટાપાયે ગેમલીંગ કારોબાર ચાલી રહ્યો છે. ઓફસોર કસીનો જે રિવર મંડોવી પર આવેલા છે. ત્યાં પણ મોટાપાયે લોકો આર્કષિત થઈ રહ્યા છે. રાજ્ય સરકારને પણ કસીનો મારફતે જંગી આવક થઈ રહી છે. સત્તાવાર રીતે કસીનો ઇન્ડસ્ટ્રીનો ટર્નઓવર હજારો કરોડમાં પહોંચી ગયો છે. આવનાર દિવસોમાં કારોબાર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
ઓફસોર કસીનોની વાત કરવામાં આવે તો કસીનો રોયલ, કસીનો ર્કાનિવલ અને કસીનો પ્રાઈડ છે જ્યારે ઓનસોર કસીનોની વાત કરવામાં આવે તો તેમાં કસીનો પર્લ, ક્રાઉન્ડ લોન્જ એન્ડ કસીનો, કસીનો પેરાડાઈઝ, કસીનો ડિસ, કસીનો ગોલ્ડ ફિંગર, હેસીન્ડા કસીનો, કસીનો ટ્રેઝરનો સમાવેશ થાય છે.
સૂત્રોનું કહેવું છે કે આ કારોબાર એક સ્થિર કારોબાર છે. સપ્તાહના અંતમાં જંગી ખર્ચ કરનાર પ્રવાસીઓ ઉત્તર ભારતમાંથી અહીં પહોંચે છે. દિલ્હી, ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાંથી મોટાપાયે અહીં લોકો પહોંચે છે.
ગોવા વિધાનસભામાં તાજેતરમાં જ કસીનો અંગેના આંકડાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી અનુસાર ઓફ સોર અને ઓન સોર કસીનો દ્વારા નાણાંકીય વર્ષ 2012-13 માટે ટેક્સ સ્વરૂપે રૂપિયા 135 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. સરકારે એન્ટ્રી ફીના સ્વરૂપમાં રૂપિયા 17.96 કરોડની કમાણી કરી હતી. જ્યારે સરકારે ઓફ સોર કસીનો પાસેથી ર્વાષિક લાઈસન્સ ફી પેટે રૂપિયા 32.50 કરોડની કમાણી કરી હતી.
સરકારે ઓન સોર કસીનો પાસેથી ર્વાષિક લાઈસન્સ ફી પેટે રૂપિયા 25 કરોડની કમાણી કરી છે. રાજ્ય સરકારે એન્ટરટેઈનમેન્ટ ટેક્સ તરીકે રૂપિયા 53.29 કરોડ એકત્રિત કર્યા છે. જ્યારે મૂલ્ય ર્વધિત કરવેરા તરીકે બે કરોડની કમાણી કરી છે. ઓફ સોર કસીનો પાસેથી શરાબના લાઈસન્સ તરીકે એક કરોડ રૂપિયા જ્યારે ઓન શોર કસીનો પાસેથી શરાબના લાઈસન્સ ફી પૈકી 1.2 કરોડની કમાણી ગોવા સરકારે કરી છે.
ગોવા સરકારને કસીનો મારફતે જુદી જુદી રીતે કરોડોની આવક થઈ રહી છે. ગોવામાં આવતા અમીર લોકોના કારણે કસીનોની બોલબાલા વધી રહી છે. રૂપિયામાં હાલ થઈ રહેલા ઘટાડાની સ્થિતિ વચ્ચે ગોવા કસીનોમાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
