Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘાતક બની શકે છે કેઝ્યુઅલ રિલેશનશિપ, જાણો શું કહે છે જાણકારો?

આજકાલ ડેટિંગના ટ્રેન્ડ વચ્ચે યુવા ખુબ જ ઝડપી બની રહ્યા છે. લાઈફમાં ઝડપી ચાલવા સાથે સાથે હવે યુવાનો રિલેશનશિપમાં પણ ખુબ જ ઝડપથી આગળ વધી જાય છે. બ્રેકઅપ અને હુકઅપ જેવા શબ્દો સામાન્ય બની રહ્યા છે ત્યારે કેઝ્યુઅવ રિલેશનશિપનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.

હૂકઅપ કલ્ચર અને ફ્રેન્ડ વિથ બેનિફિટના ટ્રેન્ડમાં છોકરા છોકરીઓ કોઈપણ પ્રકારના ઈમોશનલ એટેચમેન્ટ વગરની રિલેશનશિપ પસંદ કરે છે. હવે યુવાનો જવાબદારી લેવા માંગતા નથી અને એટલે જ તે ઈમોશનલ એટેચમેન્ટથી દુર રહે છે.

Casual relationship

હૂકઅપ કલ્ચર અને ફ્રેન્ડ વિધ બેનિફિટ તમેમાં હેંગ આઉટ કરી શકો છો, મજા માણી શકો છો અને સૌથી અગત્યની વાત ઈમોશનલ એટેચમેન્ટ વગર સેક્સ પણ કરી શકો છો. આજના યુવાનો કેઝ્યુઅલ સેક્સ માટે હૂકઅપ શબ્દનો ઉપયોગ કરે છે. યુવાનોને માત્ર હૂકઅપ કલ્ચરના ફાયદા જ દેખાય છે પરંતુ તેના ગેરફાયદાથી અજાણ છે.

ખાસ તો એ યુવા હુકઅપ કલ્ચર તરફ આગળ વધે છે જે લાઈફમાં ખાલી અનુભવે છે અને સંબંધો બાંધવાની યોગ્ય રીત જાણતા નથી. આમાં માત્ર શારીરિક જરૂરિયાત પૂરી કરવા એકબીજા સાથે રહે છે. આ પ્રકારની રિલેશનશિપમાં કેર કરવા જેવી બાબતો અગત્યની નથી. આવા લોકો તેમની લાગણીઓને સતત દબાવતા રહે છે.

યુવાનો હૂકઅપ અને ફ્રેન્ડ વિથ બેનિફિટ કલ્ચરથી સંબંધોમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. તેમને લાગે છે કે સેક્સ કરવાથી તેમની શારીરિક જરૂરિયાતો પૂરી થઈ રહી છે તો સંબંધ કેમ બાંધવા? આવા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે શારીરિક જરૂરિયાતો તો પૂરી કરી લે છે પરંતુ ભાવનાઓ અને માનસિક સમસ્યાઓ કોઈને કહી શકતા નથી.

અહીં શારીરિક જરૂરિયાતો પુરી થયા બાદ પણ તેમને આત્મસંતોષ મળતો નથી. તમારી પાસે વધારે ચોઈસ છે પરંતુ તમે જે કરવા માંગો છો તે તમે નથી કરી રહ્યા. આવા લોકોને આનો ખ્યાલ છે પરંતુ તે મૂંઝવણ અને અસંતોષમાં જીવે છે.

હૂકઅપ રિલેશનશિપમાં શારીરિક જરૂરિયાતો પૂરી થાય છે પરંતુ જ્યારે તમને કોઈ ખાસ વ્યક્તિની જરૂર પડે તે તમારી આસપાસ કોઈ નથી હોતુ. આના માટે તમારે ક્યારેય સારા મિત્રોનો સાથ ન છોડવો. તમારા ખાસ વ્યક્તિની શોધ પણ શરૂ કરવી જે તમારા ખાલી જીવનમાં ખુશીઓ ભરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X