98 વિધાયકો, 7 સાંસદોની સંપત્તિમાં થયો જોરદાર વધારો

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીસી એ સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સાત સાંસદો અને 98 વિધાયકોની સંપત્તિમાં ગત થોડા સમયમાં મોટો વધારો થયો છે. તેવામાં સીબીડીસી આવકથી વધુ સંપત્તિ રાખવા મામલે આ સંસદો અને વિધાયકોની તપાસ કરી રહી છે. સીબીડીટીએ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. આ તમામ સાંસદો અને વિધાયકોના નામ પણ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યા છે. સીબીડીસીએ મંગળવારે આ તમામ વિધાયકો અને સાંસદોના નામ બંધ પત્રમાં જમા કરાવ્યા છે.આ જનપ્રતિનિધિઓની સંપત્તિની શરૂઆતી તપાસમાં આ વાત બહાર આવી છે.

tax

ચૂંટણી વખતે ભરેલા સોંગદનામાં તે લોકોની જે આવક હતી તેની સામે અત્યારે તેમની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે જનપ્રતિનિધિઓની સંપત્તિને લઇને લખનઉના એક એનજીઓએ 26 લોકસભા સાંસદો, 11 સાંસદો અને 257 વિધાયકો વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. એનજીઓએ આ મામલે સુપ્રીમક કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે પછી આયકર વિભાગે આ વાતની તપાસ શરૂ કરી છે. શરૂઆતી તપાસમાં સોમવારે કોર્ટને સીબીડીસીએ 98 વિધાયકો અને સાત સાંસદોના નામ રજૂ કર્યા હતા. અને હજી પણ કેટલાક જનપ્રતિનિધિઓ વિષે તપાસ ચાલી રહી છે તેવું જણાવ્યું હતું.

English summary
CBDC tells Supreme Court 7 MPs and 98 MLA under IT scanner.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.