સીબીઆઈ લાલુ પ્રસાદ યાદવની પુછપરછ કરી શકે છે, જાણો કયા કેસમાં પુછપરછ થશેે?

રેલ્વેમાં જમીનના બદલામાં નોકરીના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્નીને સમન્સ મોકલવામાં આવ્યા બાદ મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીને હાલમાં જ CBIએ સમન્સ પાઠવ્યા છે. આ સમન રેલવેમાં જમીનના બદલામાં નોકરીના કેસને લઈને મોકલાયા છે. સીબીઆઈના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સીબીઆઈ હવે આ મામલે જલ્દી લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરી શકે છે.

CBI

લાલુ પ્રસાદ યાદવ હાલમાં જ સિંગાપુરથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને પરત ફર્યા છે. લાલુ પ્રસાદ યાદવની બન્ને કિડની ફેલ થવાને કારણે ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. લાલુ પ્રસાદને તેમની પુત્રીએ કિડની આપી છે. કિડનીના ઓપરેશન બાદ લાલુ પ્રસાદ યાદવ લાંબા સમયથી સિંગાપોર હોસ્પિટલમાં દાખલ હતા. હવે તબિયત સ્થિર થતાં તેમને ભારત લાવવામાં આવ્યા છે. હવે લાલુ યાદવની પૂછપરછ થશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેમને જામીન મળ્યા હતા. રેલ્વેમાં જમીનના બદલામાં નોકરીના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્નીને સમન્સ મોકલવામાં આવ્યા બાદ મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ મામલો 2025નો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા અને તેઓ રેવાલેમાં જમીનના બદલામાં નોકરીની યોજના લાવ્યા હતા. આરોપ છે કે આ યોજના હેઠળ લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના નામે જમીનો લખવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X