For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા કૌભાંડ : CBIના વડાની પ્રધાન સાથેની મુલાકાતે રાજકીય આંધી સર્જી

|
Google Oneindia Gujarati News

cbi-chief-ranjit-sinha
નવી દિલ્હી, 26 એપ્રિલ : કોલસા કૌભાંડ કેસમાં સીબીઆઇ શુક્રવાર, 26 એપ્રિલ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરે તેના એક દિવસ પહેલા સીબીઆઇના ડાયરેક્ટર રણજિત સિંહે લીધેલી રાજ્યકક્ષાના પ્રધાન વી નારાયણસ્વામીના ઘરની લીધેલી મુલાકાતે મોટી રાજકીય આંધી સર્જી છે.

આ મુદ્દે વિરોધ પક્ષ ભાજપે કેન્દ્રની યુપીએ સરકાર પર આરોપ મુક્યો છે કે સરકાર સીબીઆઇની તપાસમાં અવરોધો ઉભા કર છે. આ મુ્દે શુક્રવારે ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે "કોંગ્રેસ દ્વારા વ્યક્તિગત કાર્યો માટે સીબીઆઇનો જે રીતે ઉપયોગ, દુરુપયોગ અને શોષણ કરવામાં આવી રહ્યો છે તે ભારતીય લોકશાહી માટે જોખમરૂપ છે."

તેમણે વધુમાં જણાવ્યું કે "અમે જોઇશું કે કોલસા કૌભાંડમાં આજે સીબીઆઇ સોગંદનામામાં શું લખે છે. ત્યાર બાદ અમે આગળની પ્રતિક્રિયા આપીશું." કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા ગુરદાસ દાસગુપ્તાએ જણાવ્યું કે "બેઠકમાં કશું જ આશ્ચર્યજનક નથી. કોંગ્રેસે ફરી સીબીઆઇના સમયનો ઉપયોગ કર્યો છે."

સીબીઆઇના ડાયરેક્ટર રણજીત સિંહા ગુરુવારે નારાયણ સ્વામીને મળ્યા હતા. આ બેઠકમાં તેમણે કોર્ટમાં 87 માર્ચના રોજ દાખલ કરેલ સીબીઆઇના સ્ટેટસ રિપોર્ટની કોપી પ્રધાનને આપી હતી. સિંહાએ નારાયણ સ્વામીના ઘરે લગભગ અડધો કલાકનો સમય ફાળવ્યો હતો.

English summary
CBI chief's meeting with minister raises political storm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X