નિઠારી હત્યા કાંડમાં સુરેન્દ્ર કોલી અને પંઢેરને સજા

Written By:
Subscribe to Oneindia News

ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે નિઠારી હત્યાકાંડ મામલે સુરેન્દ્ર કોલી અને મોનિંદરસિંહ પંઢેરને ફાંસીની સજા જાહેર કરી છે. આ પહેલા ગાઝિયાબાદની એક વિશેષ કોર્ટે પણ નિઠારી હત્યાકાંડનાં મામલામાં વ્યાપારી મોનિંદરસિંહ પંઢેર અને નોકર સુરેન્દ્ર કોલીને દોષી જાહેર કર્યા હતા. પિંકી સરકારના અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુના માટે તેમને ફાંસીની સજા આપવામા આવી હતી.

Ghaziyabad court

સુરેન્દ્ર કોલી અને મોનિંદરસિંહ પંઢેરને સોમવારે ન્યાયધીશ પવનકુમારે ફાંસીની સજા આપી હતી. આ મામલો પિંકી સરકારની હત્યાથી જોડાયેલો છે. પંઢેર અને કોલીને અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે ફરિયાદી પક્ષના વકીલ જે.પી.શર્માની તમામ દલીલો સાભંળ્યા બાદ જણાવ્યું હતું કે, તમામ તથ્યોથી સાબિત થાય છે કે, પંઢેરે મહિલાનું અપહરણ, બળાત્કાર અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી, આ ઉપરાંત ઘટનાના પુરાવા સાથે છેડછાડ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલો 5 ઓકટોબર, 2006નો છે. જ્યારે પીડિતા તેના કામ પરથી ઘરે જઈ રહી હતી, ત્યારે પંઢેરે તેનુ અપહરણ કર્યુ હતું અને કોલીએ તેની હત્યા કરી તેની ખોપડીને ઘરની પાછળ દાટી દીધી હતી, જે સીબીઆઈ તપાસમાં મળી આવી હતી.

English summary
Ghaziyabad court gives death sentence monindersingh panher, ghaziyabad court verdict on nithari muder and rape case, death sentence to nithari murder case culprit, nithari rape and murder case in Gujarati
Please Wait while comments are loading...