CBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપ
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સીબીઆઈને પોતાનું કામ કરવાનુ છે કે નહિ? જ્યારે સીબીઆઈ કામ કરે છે તો તે રાજકીય બદલો બની જાય છે
પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા બેનર્જીની પોલિસ વચ્ચે મચેલા ઘમાસાણ બાદ હવે કેન્દ્રના ભાજપ અને રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર વચ્ચે તનાતની વધી ગઈ છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે કોલકત્તામાં પોલિસ કમિશ્નરના ઘરે પહોંચેલી સીબીઆઈની ટીમની ધરપકડ કરી રાજકીય બદલો ગણાવ્યો છે. આ દરમિયાન સીબીઆઈની કાર્યવાહીને રાજકીય બદલે કહેનારા પર ભાજપે તીખો હુમલો કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ સીબીઆઈ વિવાદ પર દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સીબીઆઈને પોતાનું કામ કરવાનુ છે કે નહિ? જ્યારે સીબીઆઈ કામ કરે છે તો તે રાજકીય બદલો બની જાય છે અને જ્યારે તે કામ નથી કરતી તે 'પોપટ' બની જાય છે. સીતારમણે કહ્યુ કે તેમને પોતાના મતાનુસાર બોલવા દો. ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ટીએમસી સાથે નથી લડી શકતા. યુનાઈટેડ રેલી જોયા બાદ તે રાજકીય બદલાનો સહારો લઈ રહ્યા છે.
મમતા બનર્જીએ પણ આરોપ લગાવ્યો કે ભાજપના નેતૃત્વના ઉચ્ચતમ સ્તર પર ખરાબ બદલાની રાજનીતિ કરી રહી છે. મમતાએ આરોપ લગાવ્યો કે માત્ર રાજકીય દળ ભાજપના નિશાના પર નથી પરંતુ તે સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છે અને પોલિસનું નિયંત્રણ કરીને બધી સંસ્થાઓને નષ્ટ કરવામાં લાગેલી છે. આ દરમિયાન રવિવારે સાંજે મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ અને કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) વચ્ચે તનાતની બાદ ભાજપ નેતા બાબુ સુપ્રીયોએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
