For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABG Shipyard બેંક ફ્રોડ કેસમાં CBIએ કંપનીના ચેરમેનની કરી પૂછપરછ

CBIએ 22842 કરોડ રૂપિયાના ABG Shipyard બેંક ફ્રોડ કેસમાં કંપનીના ડાયરેક્ટર ઋષિ અગ્રવાલની પૂછપરછ કરી છે. ઉલ્લેખીય છે કે, કંપનીના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલ એસ આ કેસમાં મુખ્ય આરોપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : CBIએ 22842 કરોડ રૂપિયાના ABG Shipyard બેંક ફ્રોડ કેસમાં કંપનીના ડાયરેક્ટર ઋષિ અગ્રવાલની પૂછપરછ કરી છે. ઉલ્લેખીય છે કે, કંપનીના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલ એસ આ કેસમાં મુખ્ય આરોપી છે. તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે, તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

CBI

દેશના સૌથી મોટા બેંક કૌભાંડ કેસમાં, એબીજી શિપયાર્ડ લિમિટેડના પૂર્વ અધ્યક્ષ ઋષિ અગ્રવાલની સીબીઆઈ દ્વારા લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે, જો કે તેમની પૂછપરછ ક્યારે કરવામાં આવી તે જાણી શકાયું નથી. ઉલ્લેખીય છે કે, SBI દ્વારા 25 ઓગસ્ટ, 2020ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે 7 ફેબ્રુઆરીએ એબીજી શિપયાર્ડ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના પગલે સીબીઆઈએ આ કાર્યવાહી કરી હતી. આ કેસમાં આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથુસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવટિયાના નામ શામેલ છે.

ફરિયાદમાં એફઆઈઆર નોંધાયા બાદ 12 ફેબ્રુઆરીએ સીબીઆઈએ કંપનીના 13 સ્થળો અને કેસ સાથે જોડાયેલા લોકો પર રેડ કરી હતી. આ રેડમાં સીબીઆઈના હાથમાં મહત્વના દસ્તાવેજો મળ્યા છે. CBI ઉપરાંત આજે EDએ પણ આ મામલે કેસ નોંધ્યો છે. ABG શિપયાર્ડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. EDએ રૂપિયા 22,842 કરોડથી વધુની બેંકોને છેતરવા બદલ મની લોન્ડરિંગનો ફોજદારી કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, એબીજી શિપયાર્ડના અગાઉના પ્રમોટર્સે સંબંધિત 98 કંપનીઓને લોન આપી હતી.

English summary
CBI interrogates company chairman in ABG Shipyard bank fraud case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X