સીબીઆઇએ રેલ લાંચકાંડમાં પવન બંસલને બનાવ્યા સરકારી સાક્ષી
નવી દિલ્હી, 4 જૂલાઇ: રેલવે લાંચકાંડમાં સીબીઆઇએ પૂર્વ કેન્દ્રિય રેલવે મંત્રી પવન બંસલને સરકારી સાક્ષી બનાવ્યા છે. ચાર્જશીટના 90 સાક્ષીઓમાં પવન બંસલનું પણ નામ છે. આ કેસમાં પવન બંસલનો ભત્રીજો વિજય સિંગલા પણ આરોપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે લાંચકાંડમાં સીબીઆઇ દ્વારા દાખલ આરોપપત્રમાં રેલવેમંત્રીનું નામ નથી. પૂર્વ રેલવે મંત્રી પવન કુમાર બંસલના ભત્રીજા વિજય સિંગલા અને રેલવે બોર્ડના સસ્પેંડેડ સભ્ય મહેશ કુમાર દ્વારા પદના બદલે 10 કરોડ રૂપિયાની લાંચ મુદ્દે સીબીઆઇએ મંગળવારે એક વિશેષ કોર્ટમાં આરોપપત્ર દાખલ કરી 10 લોકોને આરોપી બનાવ્યા હતા.

તપાસ એજન્સીએ આરોપીઓના રૂપમાં વિજય સિંગલા, કુમાર, મધ્યસ્થ સંદીપ ગોયલ, સમીર સાંધીર, સુશીલ ડાગા, અજય ગર્ગ, રાહુલ યાદવ, વ્યાપારી મંજુનાથ અને તેમના સહાયકો પીવી મુરલી અને વેણુગોપાલને સૂચિબદ્ધ કર્યા છે.












Click it and Unblock the Notifications
