PMO પાસે હિન્ડાલ્કોને કોલસા બ્લોક્સ ફાળવણીની ફાઇલો માંગતી CBI

cbi-seeks-files-from-pmo-on-coal-block-allocation-to-hindalco
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન - સીબીઆઇએ હિન્દાલ્કોને ફાળવવામાં આવેલા કોલસાના બ્લૉક સંબંધી તમામ ફાઇલો મેળવવા માટે વડા પ્રધાનના કાર્યાલય - પીએમઓ પાસે મંગળવારે માગણી કરી હતી. વડા પ્રધાન મનમોહન સિંહે તેમની સમક્ષ મૂકવામાં આવેલા કેસને ગુણવત્તાના ધોરણે મંજૂરી આપી હોવાનું પીઓમ ઓફિસે જણાવ્યું એના ત્રણ દિવસ બાદ સીબીઆઇએ રેકોર્ડ મેળવવા માટેની માગણી કરી હતી.

સીબીઆઇએ મંગળવારે સીલબંધ કવરમાં કોલસાકાંડમાંની તપાસની પ્રગતિનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો હતો. સીબીઆઇએ હાલમાં જ માજી કોલસા સચિવ પી સી પારેખ અને ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા સામે નોંધેલા એફઆઇઆરની વિગતો પણ આ અહેવાલમાં સમાવી હોવાનું માનવામાં આવે છે.

સીબીઆઇનાં વર્તુળોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એજન્સીએ સુપ્રીમ કોર્ટને આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને કોલસા ખાતાના ભૂતપૂર્વ સચિવ પી સી પારેખ સામે નોંધવામાં આવેલા છેલ્લામાં છેલ્લા કેસ અંગે જણાવ્યું હતું.

પીએમઓ દ્વારા હિન્દાલ્કોને તલબીરા કોલસા બ્લોકને ફાળવવા માટેના નિર્ણયને યોગ્ય લેખાવવામાં આવ્યો હતો. દરમિયાન સીબીઆઇના નિર્ણય અંગે પ્રત્યાઘાત આપતાં પીએમઓના રાજ્ય પ્રધાન વી. નારાયણસામીએ જણાવ્યું હતું કે અમારે આમાં કંઇ જ છુપાવવાનું નથી અને એજન્સીને આ સંબંધમાં હજારો દસ્તાવેજો આપવામાં આવ્યા છે. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એફઆઇઆરમાં ઉલ્લેખ થયો છે એ કેસનાં તમામ પાસાંની તે તપાસ કરશે અને એ બાદ જ ભાવિ પગલાં અંગેનો નિર્ણય લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X