For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ મહામારી વચ્ચે સીબીઆઈએ 2020માં 800 કેસ સોલ્વ કર્યા

કોવિડ મહામારી વચ્ચે સીબીઆઈએ 2020માં 800 કેસ સોલ્વ કર્યા

|
Google Oneindia Gujarati News

કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખી વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કેન્દ્રીય તપાસ એજન્સીએ 2020માં લગભગ 800 મામલાની તપાસ પૂરી કરી છે. સીબીઆઈએ આ વર્ષે હાથરસ દુષ્કર્મ મામલે સતાનકુલમ કસ્ટડિયલ મોત મામલે, બેંક ફ્રોડ હાઈ પ્રોફાઈલ મામલાના કેટલાય કેસની તપાસ પૂરી કરી છે. જો કે 2020નો સૌથી મોટો કેસ સુશાંત સિંહ સુસાઈડ કેસની તપાસ હજી ચાલુ છે.

કોરોના કાળમાં કેટલાય સીબીઆઈ અધિકારીઓએ જીવ ગુમાવ્યો

કોરોના કાળમાં કેટલાય સીબીઆઈ અધિકારીઓએ જીવ ગુમાવ્યો

નવા વર્ષના અવસર પર વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સીબીઆઈ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ અધિકારીઓને શુભેચ્છા પાઠવી અને મહામારી વચ્ચે તેમના કામનાં વખાણ કર્યાં. સીબીઆઈ ડાયરેક્ટરે એજન્સીના એવા અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારનો સભ્યો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી જેમણે તામ સંભવ સાવધાનીઓ છતાં ઘાતક વાયરલ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તેમણે હરેક સંભવ સહાયતાનું આશ્વાસન આપ્યું છે.

આ કેસ સોલ્વ કર્યા

આ કેસ સોલ્વ કર્યા

સીબીઆઈ ચીફે કહ્યું કે કોવિડ 19 મહામારી સાથે જોડાયેલી સમસ્યાઓથી લડતાં સીબીઆઈએ હાથરસ દુષ્કર્મ મામલામાં, સતાનકુલમ કસ્ટડિયલ ડેથ મામલે, બેંક ફ્રોડ મામલે પોતાની તપાસ પૂરી કરી અને ભાગેડૂ વિજય માલ્યા વિરુદ્ધ કાનૂની લડાઈ જીતી જે લંડનમાં પોતાના પ્રત્યર્પણની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. આનાથી તેમને વર્તમાન તપાસ વિધિઓમાંથી અમુકનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને આનાથી તેમની ટીમની પ્રક્રિયા તેજ કરવાના ઉદ્દેશ્યથી તપાસ શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.

2020 દરમ્યાન 800 મામલાનું નિસ્તારણ કરાયું

2020 દરમ્યાન 800 મામલાનું નિસ્તારણ કરાયું

સીબીઆઈ નિદેશકે એમ પણ જણાવ્યું કે કોવિડ 19 મહામારીના ભારે પડકારો છતાં વર્ષ 2020 દરમ્યાન 800 મામલાનું નિસ્તારણ કરવામાં આવ્યું, કોવિડ 19ને પગલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંચાલનમાં જબરદસ્ત બાધા ઉત્પન્ન થઈ. શુક્લાએ કહ્યું કે, તમારા સહયોગ અને પ્રયાસોથી અમે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત સંખ્યામાં મામલાની તપાસને અંતિમ રૂપ આપવામાં સક્ષમ થયા છીએ. આગામી દિવસોમાં વધુ આકરી મહેનત કરવાની જરૂરત છે.

આ પ્રણ લીધું

આ પ્રણ લીધું

શુક્લાએ એજન્સીના અધિકારીઓને નિરંતર પરિક્ષણના માધ્યમથી તપાસના નવીનતમ ઉપકરણો સાથે ખુદને અપડેટ રાખવા માટે પણ કહ્યું. એજન્સી પ્રમુખે હાલમાં જ સિસ્ટર અભયાની હત્યાના મામલાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં 28 વર્ષ બાદ દોષસિદ્ધિ થઈ. તેમણે કહ્યું કે હાલમાં જ મોટી સંખ્યામાં ઉચ્ચ મૂલ્યના બેંક ધોખાધડીના મામલાની તપાસ હાથમાં લેવામાં આવી, જે એજન્સી માટે એક પડકાર છે.

આ વેબસીરિઝ માટે ખૂબ થયો વિવાદ, અભિનેતા-નિર્દેશકોને જારી થઈ કોર્ટની નોટિસઆ વેબસીરિઝ માટે ખૂબ થયો વિવાદ, અભિનેતા-નિર્દેશકોને જારી થઈ કોર્ટની નોટિસ

English summary
CBI solved 800 cases in 2020 amid the covid epidemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X