CBI કોર્ટે રોબર્ટ વાડ્રાને ઉપચાર માટે વિદેશ જવાની મંજૂરી આપી
મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અંગે આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ.
મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અંગે આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ. રોબર્ટ વાડ્રા ઘ્વારા અદાલત પાસે વિદેશ જવાની મંજૂરી માંગવામાં આવી હતી. અદાલત ઘ્વારા રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની મંજૂરી આપવામાં આવી છે. રોબર્ટ વાડ્રા લંડન જવાની મંજૂરી માંગી રહ્યા હતા, પરંતુ તેમને તે મંજૂરી નહીં મળી. રોબર્ટ વાડ્રા ઘ્વારા પોતાની અપીલમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ બીમાર છે અને ઉપચાર માટે તેઓ લંડન જવા માંગે છે.

પોતાની બીમારી અંગે રોબર્ટ વાડ્રા ઘ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે તેમની મોટી આંતમાં ટ્યુમર છે, જેના ઉપચાર માટે તેમને વિદેશ જવાનું છે. તેમની બીમારી અંગે રોબર્ટ વાડ્રાના વકીલે કોર્ટમાં તેમની મેડિકલ રિપોર્ટ સોંપી છે. જેમાં જણાવવાના આવ્યું છે કે મોટા આંતરડામાં એક નાનું ટ્યુમર છે, જેના ઉપચાર માટે તેઓ બ્રિટન અથવા લંડન જવા માંગે છે.
Delhi: CBI Special Court allows Robert Vadra to travel abroad for six weeks for medical treatment. pic.twitter.com/172ZDU3Tvq
— ANI (@ANI) June 3, 2019












Click it and Unblock the Notifications
