For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહલ્લા ક્લિનિકની CBI તપાસ શરૂ થતા કેજરીવાલ ભડક્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકાર અને સીબીઆઈ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે સીબીઆઈએ મોહલ્લા ક્લિનિકની તપાસ શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકાર અને સીબીઆઈ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે સીબીઆઈએ મોહલ્લા ક્લિનિકની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઈશારે થઈ રહી છે. કેજરીવાલે કહ્યુ કે પીએમ અને શાહને હું પડકાર આપુ છુ કે તે જૂના મામલામાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલ મોકલીને બતાવે. ટ્વિટ દ્વારા કેજરીવાલે મોદી અને શાહ પર હુમલો કર્યો છે.

kejrival

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સીબીઆઈએ હવે મોહલ્લા ક્લિનિકની તપાસ શરૂ કરી દીધી છે. આ લોકો ત્રણ લાખ પાના લઈને ગયા હતા. તમામ સીડીએમઓ, 2 એડિશનલ ડાયરેક્ટર, એડિશનલ સેક્રેટરી, ઓએસડી સહિત તમામ લોકોને સમન કરવામાં આવ્યા છે તેમછતાં આજ સુધી કંઈ થયુ નથી. કેજરીવાલે કહ્યુ કે મોદીજીએ દિલ્હીના મોહલ્લા ક્લિનિક બંધ કરાવવાને બદલે આખા દેશમાં મોહલ્લા ક્લિનિક ખોલવા જોઈએ. સીબીઆઈ સીધી અમિત શાહને રિપોર્ટ કરે છે. હું અમિત શાહને પૂછવા ઈચ્છુ છુ કે એ તમામ મામલામાં શું થયુ જેમાં સીબીઆઈએ સિસોદિયા અને જૈનના વિરોધમાં તપાસ કરી હતી. પહેલા તે પૂરી કરો પછી નવી તપાસ શરૂ કરો.

કેજરીવાલે કહ્યુ કે નવા કેસ શરૂ કરતા પહેલા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલ મોકલી દો. વળી, જે રીતે કેન્દ્ર સરકાર સાથે કેજરીવાલનો ટકરાવ ચાલુ છે તેના પર પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યુ કે અમારી 15 વર્ષની સરકાર દરમિયાન ક્યારેય પણ કેન્દ્ર સાથે ટકરાવ નથી થયો. જેના પર જવાબ આપતા કેજરીવાલે કહ્યુ કે શીલાજી, તમારા સમયમાં જનતા પાણી અને વિજળીના બિલોથી રોઈ પડી હતી. સરકારી સ્કૂલો, હોસ્પિટલોની હાલત ગંભીર હતી. ખાનગી સ્કૂલો મનમાની ફી વધારતી હતી. અમે આ બધુ સરખુ કર્યુ. તમારા સમયમાં 10 વર્ષ કેન્દ્રમાં તમારી પોતાની સરકાર, પોતાના LG હતા. હું તમને ચેલેન્જ કરુ છુ કે એક વર્ષ મોદી રાજમાં દિલ્હી ચલાવીને બતાવો.

English summary
CBI starts investigating Mohalla clinic in Delhi says Kejriwal. He challenges to center to send Manish Sisosdia behind bars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X