મનીષ સિસોદિયાને ફરીથી CBI નું સમન, સિસોદિયાએ સારા શિક્ષણને રોકવાનો પ્રયાસ ગણાવ્યો
કથિત એક્સાઈઝ કૌભાંડને લઈને સીબીઆઈએ મનીષ સિસોદિયાને ફરીથી નોટીસ પાઠવી છે. મનીષ સિસોદિયાએ ખુદ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
નવી દિલ્હી : દિલ્હી સરકાર પર કથિત એક્સાઈઝ કૌભાંડના આરોપમાં ફરીથી સીબીઆઈએ મનષ સિસોદિયાને સમન પાઠવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી આને લઈને સીબીઆઈ છાપેમારી કરી રહી છે અને મનીષ સિસોદિયાના ઘર અને ઓફિસ પર તમાસ કરી ચુકી છે. હવે સિસોદિયાએ ફરીથી નોટીસ પાઠવવામાં આવી છે.

આ મુદ્દે મનીષ સિસોદિયાએ જમાવ્યુ છે કે, CBIએ તેમને ફરીથી સમન્સ મોકલ્યુ છે. તેઓ તપાસમાં કેન્દ્રીય એજન્સીને સંપૂર્ણ સહયોગ કરશે. અહીં તમને જણાવી દઈએ કે, શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજેપીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમસીડી મેયરની ચૂંટણીનો નિર્ણય આમ આદમી પાર્ટીના પક્ષમાં આપ્યો છે. આ સ્થિતિમાં આ સમનને આ તેની સાથે જોડવામાં આવી રહ્યું છે.
આ મુ્દ્દે મનિષ સિસોદિયા ટ્વીટ કરીને લખ્યુ કે, સીબીઆઈએ ગઈકાલે ફોન કર્યો છે. તેઓએ મારી વિરુદ્ધ CBI, EDની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો છે, મારા ઘરે દરોડા પાડ્યા છે, મારા બેંક લોકરની તલાશી લીધી છે, મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને કરતો રહીશ. બીજી તરફ આ સમનને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. AAPના નેતાઓ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ કૌભાંડ કેસમાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ સિસોદિયા અને અન્ય 14 લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ પછી CBIએ તેમના નિવાસસ્થાન, ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સાથે જ તેમના બેંક લોકરની પણ તલાશી લીધી છે. રંતુ તપાસ એજન્સીને કંઈ ખાસ મળ્યું ન હતું. ડેપ્યુટી સીએમએ જાન્યુઆરીમાં એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈની એક ટીમ તેમની ઓફિસ પર દરોડા પાડવા પહોંચી હતી. જોકે બાદમાં સીબીઆઈએ કહ્યું હતું કે તે દરોડો નથી. તેમના અધિકારીઓ કાગળની લેવડ-દેવડ માટે ત્યાં ગયા હતા.












Click it and Unblock the Notifications
