For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જીવતી નથી શીના બોરા' CBIએ સુપ્રીમ કોર્ટને કહ્યુ

કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે શીના બોરા જીવિત નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે શીના બોરા જીવિત નથી. સીબીઆઈએ પૂર્વ મીડિયા કાર્યકારી ઈંદ્રાણી મુખર્જીના જામીનનો વિરોધ કર્યો હતો, જે 2012માં પોતાની 25 વર્ષીય દીકરી શીના બોરાની હત્યાના કેસનો સામનો કરી રહી છે. ઈંદ્રાણી મુખર્જીની જામીન અરજી પર પ્રતિક્રિયા આપીને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે શીના બોરા જીવિત નથી. અરજીકર્તા(ઈંદ્રાણી મુખર્જી)એ માત્ર 'કલ્પનામાં એ દાવો કર્યો હતો કે શીના બોરા જીવિત છે.' સીબીઆઈએ કહ્યુ, 'મેડિકલ, ડીએનએ અને વૈજ્ઞાનિક રિપોર્ટે સ્થાપિત કર્યુ છે કે મળી આવેલ શબ શીના બોરાનુ જ છે. ડીએનએ રિપોર્ટે સ્થાપિત કર્યુ કે જપ્ત કરેલ ખોપડી શીના બોરાની છે.'

sheena

વકીલ સંદીપ સિંહના માધ્યમથી દાખલ પોતાની અપીલમાં અરજીકર્તાએ 16 નવેમ્બર, 2021ના રોજ બૉમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ઓગસ્ટ 2015માં ધરપકડ બાદથી 50 વર્ષીય ઈંદ્રાણી મુખર્જી ભાયખલા જેલમાં બંધ છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે કેસ જલ્દી ખતમ નહિ થાય કારણકે 253 સાક્ષીઓમાંથી 185ની પૂછપરછ કરવાની બાકી છે.

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ બીઆર ગવઈની પીઠે અરજીકર્તાને સીબીઆઈના આરોપનામા પર જવાબ દાખલ કરવાના કેસને બે સપ્તાહ બાદ સ્થગિત કરી દીધો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી બે સપ્તાહ પછી થશે. તમને જણાવી દઈએ કે ઈંદ્રાણી મુખર્જીને દાવો કર્યો હતો કે શીના બોરા જીવિત છે. તેણે કહ્યુ હતુ કે તેણે કોઈને જેલમાં વાત કરતા સાંભળ્યા હતા કે શીના બોરા હજુ પણ જીવતી છે. જો કે, સીબીઆઈએ ઈંદ્રાણી મુખર્જીના દાવાઓનુ ખંડન કર્યુ છે અને સુપ્રીમ કોર્ટમાં શીનાના મૃત હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે.

English summary
CBI tells Supreme Court that Sheena Bora is not alive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X