મળો મોઈન કુરેશીની હૉટ એન્ડ બોલ્ડ પુત્રી પરનિયાને, બોલિવુડમાં કરી ચૂકી છે કામ
કુરેશી પહેલી વાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેની પુત્રી પરનિયા કુરેશીના લગ્ન સીએ અર્જૂન પ્રસાદ સાથે થયા.
સીબીઆઈ લાંચકાંડ પર ચાલી રહેલ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફોર્સ લીવ પર મોકલ્યા બાદ આ વિવાદે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ છે. વિરોધી પક્ષો આના માટે મોદી સરકારને ઘેરી રહ્યા છે. વળી, તેમના પોતાના પક્ષના મોટા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આના માટે પોતાની સરકાર પર નિશાન સાધ્યુ છે.

અફીણની કોઠીથી આલીશાન બંગલા સુધી આવી રીતે પહોંચ્યો કુરેશી
તમને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલ મોઈન કુરેશીના પિતા યુપીના રામપુર જિલ્લામાં મોટા અફીણના વેપારી હતા. તેમણે અફીણ વેચીને કરોડોની કોઠીઓ કાનપુર અને રામપુરમાં બનાવી હતી અને થોડા સમય પછી તેમનો આખો પરિવાર કાનપુરમાં જ શિફ્ટ થઈ ગયો. મોઈનને તેમણે ઉચ્ચ શિક્ષણ આપ્યુ અને ત્યારબાદ મોઈને રામપુરમાં 1993 માં કસાઈખાનુ ખોલ્યુ. જોતજોતામાં મોઈન કુરેશીએ બે ડઝનથી વધુ મીટ એક્સપોર્ટ કરતી કંપનીઓ ઉભી કરી દીધી. આ કંપનીઓ દ્વારા મોઈન કુરેશી વિદેશોમાં પણ મીટ સપ્લાય કરવા લાગ્યો.

પુત્રી પરનિયા કુરેશીના લગ્ન બન્યા હતા ચર્ચાનું કારણ
કુરેશી પહેલી વાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેની પુત્રી પરનિયા કુરેશીના લગ્ન સીએ અર્જૂન પ્રસાદ સાથે થયા. વર્ષ 2011 માં થયેલા આ લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા હતા. જેમાં દેશ વિદેશના ઘણા મોટા લોકો શામેલ થયા હતા. આ લગ્ન તપાસ હેઠળ હતા.

રાહત ફતેહ અલી ખાનની પણ થઈ હતી તપાસ
આ લગ્નમાં મોઈને પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ગાવા માટે બોલાવ્યા હતા. જે પાછા ફરતી વખતે દિલ્લી એરપોર્ટ પર 56 લાખ વિદેશી મુદ્રા સાથે પકડાઈ ગયા હતા.

ફિલ્મ ‘જાનિસાર' માં કર્યુ કામ
ત્યારબાદ સાત ઓગસ્ટ 2015ના રોજ મુઝફ્ફરઅલીની ફિલ્મ ‘જાનિસાર' રિલીઝ થઈ જેમાં લીડ રોલ પરનિયાએ કર્યો હતો. આ ફિલ્મમાં ઈમરાન અબ્બાસ નકવી હીરો હતા. ફિલ્મ એક પીરિયડ ડ્રામા હતી જે બોક્સ ઓફિસ પર ઉંધા માથે પડી હતી. કહેવાય છે કે આ ફિલ્મમાં પૈસા મોઈને જ લગાવ્યા હતા.
ત્યારબાદ મોઈન કુરેશીની પુત્રી પોતાના હૉટ ફોટશૂટના કારણે પણ ચર્ચામાં રહી. લોકોએ કહ્યુ કે ફિલ્મ ના ચાલી એટલે તે આ બધુ કરી રહી છે. પરનિયા સ્ટાઈલિસ્ટ તરીકે ફિલ્મ ‘આયશા' માટે કામ કરી ચૂકી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
