
CBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી
નવી દિલ્હીઃ દેશણા કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અન 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનો ફેસલો લીધો છે. આ પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે થનાર હતી. પરીક્ષાઓ રદ્દ કરવાને લઇ કેટલાક અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર સીબીએસઇએ આજે પોતાનો ફેસલો સંભળાવવાનો હતો. સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા રદ્દ થવાની જાણકારી આપી છે.
કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતા સીબીઆઇનો પક્ષ રાખી રહ્યા છે. અગાઉના મામલામાં 23 જૂને થનાર સુનાવણી ટાળી દવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટ આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને પાસ કરશે. ધોરણ 12માં બિઝનેસ સ્ટડીઝ, જિયોગ્રાફી, હિન્દી (કોર), હિન્દી (ઇલેક્ટિવ), હોમ સાયન્સ, સોશિયોલોજી, કોમ્પ્યુટર સાયન્સ (ઓલ્ડ), કોમ્પ્યુટર સાયન્સ (ન્યૂ), ઇનફોર્મેશન પ્રેક્ટિસ (ઓલ્ડ), ઇન્ફોર્મેશન પ્રેક્ટિસ (ન્યૂ), ઇન્ફોર્મશન ટેક્નોલોજી અન બાયો ટેક્નોલોજીની પરીક્ષાઓ હજી સુધી નથી થઇ શકી.
આની સાથે જ કોર્ટમાં તુષાર મેહતાએ કહ્યું કે આઈસીએસઇ બોર્ડે પણ 10મા અને 12માની પરીક્ષા રદ્દ કરવાનો ફેસલો લીધો છે. આઈસીએસઇએ વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષાનો વિકલ્પ આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે બોર્ડના આ ફેસલાની અશર ન્જીનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાઓ પર પણ પડે તે નક્કી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET 2020), જેઇઇ મેન (JEE 2020) અને નીટ (NEET 2020)ની પરીક્ષા પણ સ્થગિત થઇ શક છે.
આ તમામ પરીક્ષાનું આયોજન પણ જુલાઇમાં જ થશે. એવામાં જો સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે છે તો આ પરીક્ષઓની તારીખ ટળવી પણ નક્કી છે. એવું એટલા માટે કેમ કે દશભરમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સીટીઈટી, જેઇઇ મેન્સ અન નીટ જેવી પ્રવેશ પરીક્ષામાં બેસે છે. તેનું આયોજન દેશના વિવિધ ભાગમાં પરીક્ષા કન્દ્રોમાં થાય છે. એવામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને વાયરસના લપેટામાં આવતાં રોકવા કોઇ પડકારથી કમ નહિ હોય. આની સાથે જ 23 ઓગસ્ટે પ્રસ્તાવિત જેઇઇ એડવાન્સ પરીક્ષાને લઇન પણ કેટલાક બદલાવ થઇ શકે છે.