આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે CBSE 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ
સીબીએસઈની સત્ર 2018-19 ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં શરૂ થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ બુધવારે જણાવ્યુ કે 10 માં અને 12 માં ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે.
સીબીએસઈની સત્ર 2018-19 ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં શરૂ થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ બુધવારે જણાવ્યુ કે 10 માં અને 12 માં ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે અને તેનુ પૂરુ શિડ્યુલ આગલા સપ્તાહ સુધી જાહેર કરી દેવામાં આવશે. બોર્ડે કહ્યુ છે કે સ્કિલ એજ્યુકેશન (વોકેશનલ) ની પરીક્ષાઓ ફેબ્રુઆરીમા આયોજિત કરવામાં આવશે. જ્યારે વિષયોની પરીક્ષા માર્ચમાં થશે.

સીબીએસઈ એ સ્કિલ એજ્યુકેશન માટે બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં કરાવવાનો નિર્ણય દિલ્હી હાઈકોર્ટના ઓર્ડર બાદ લીધો છે. 11 જુલાઈ, 2018 ના રોજ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો કે અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે કટ ઓફ ડેટ સીબીએસઈના રિઝલ્ટ અને રી-ઈવેલ્યુએશન બાદ જ રાખવામાં આવશે. સીબીએસઈ અત્યારે ટાઈપોગ્રાફી, કમ્પ્યુટર એપ્લીકેશન, વેબ એપ્લીકેશન, ગ્રાફિક્સ, ઓફલાઈન કમ્યુનિકેશન્સ જેવા વિષયોને સ્કિલ એજ્યુકેશન વિષયો સાથે આયોજિત કરશે.
હાલમાં સીબીએસઈ 12 માં ધોરણના છાત્રો માટે 40 અને 10 માં ધોરણના છાત્રો માટે 15 સ્કિલ એજ્યુકેશન વિષય ઓફર કરે છે. સીબીએસઈ એ વિષઓની યાદી આગલા સપ્તાહે જાહેર કરશે જેના માટે ફેબ્રુઆરી અને માર્ચમાં પરીક્ષાઓ આયોજિત કરવાની છે. પરીક્ષા ડેટશીટમાં ફેરફારની ભલામણ એપ્રિલ 2018 માં રચેલી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ગયા વર્ષે સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન માર્ચ અને એપ્રિલ મહિનામાં કરાવ્યુ હતુ જેમાં 10.20 લાખ પરીક્ષાર્થીઓ બેઠા હતા.












Click it and Unblock the Notifications
