ચંડીગઢ છેડછાડ મામલે પોલીસને હાથ લાગી CCTV ફૂટેજ

Written By:
Subscribe to Oneindia News

હરિયાણાની રાજધાની ચંડીગઢમાં આઇએએસની પુત્રી સાથે થયેલ છેડછેડના મામલામાં પોલીસને મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે. રાજ્યાની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલા પર આરોપ છે કે, તેણે આઇએએસની પુત્રી વર્ણિકા સાથે છેડછાડ કરી હતી. આ કારણે પોલીસે તેની અટકાયત પણ કરી હતી. આ મામલે તાજેતરના સમાચાર અનુસાર પોલીસને 5 સીસીટીવી ફુટેજ મળ્યા છે, જેમાં વિકાસ વર્ણિકાનો પીછો કરતો જોવા મળે છે.

varnika kundu haryana

કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાઇ રહ્યું છે કે, પોલીસને આ તમામ ફૂટેજ સરકારી સીસીટીવી નહીં, પરંતુ આજુ-બાજુની ઇમારતોની બહાર લાગેલ સીસીટીવીમાંથી મળી છે. રાજ્યના ડીજીપી તેજિન્દર સિંહ લૂથરાએ કહ્યું હતું કે, જે ફૂટેજ મળ્યા છે, એમાં આરોપી ટાટા સફારી દ્વારા પીડિતાનો પીછો કરતો જોવા મળે છે. ફૂટેજના સ્ત્રોતનો ખુલાસો હું નહીં કરી શકું.

આ પહેલાં પોલીસે કહ્યું હતું કે, જે રસ્તા પર વિકાસે વર્ણિકાનો પીછો કરી હોવાની વાત સામે આવી છે, એ રસ્તા પર લાગેલા 5 સીસીટીવી કેમેરા ખરાબ છે. રસ્તામાં કુલ 9 સીસીટીવી કેમેરા હતા, જેમાંથી માત્ર 4 જ બરાબર કામ કરી રહ્યા હતા. નોંધનીય છે કે, વિકાસ બરાલા અને આશીષ કુમાર પર આઇએએસની પુત્રીની કારનો પીછો કરવાનો આરોપ છે. તેમણે વર્ણિકાની કારનો દરવાજો ખોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો. હાલ વિકાસ બરાલા વિરુદ્ધ આઇપીસીની કલમ 354 ડી(દગો આપવો) અને સીઆરપીસીની કલમ 185(મોટર વાહન અધિનિયમ) હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

English summary
CCTV footage of Chandigarh molestation incident found, says police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.