J&K: પાક. એ કર્યું યુદ્ધવિરાનું ઉલ્લંઘન, 1 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં એક જવાન શહીદ થયો છે.
જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફરી એકવાર ગુરૂવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં 1 જવાન શહીદ થયો હતો. પુંછની કૃષ્ણા ઘાટીમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું હતું, એક જવાન ઉપરાંત એક નાગરિકનું પણ આમાં મૃત્યુ થયું હતું. સેના અનુસાર, આ ક્ષેત્રમાં સવારથી ગોળીબાર થઇ રહ્યો હતો, જેનો ભારતીય સેનાએ પણ સણસણતો જવાબ આપ્યો હતો. એલઓસી પર ફૉરવર્ડ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં નાના હથિયારો વડે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

6 ઓક્ટોબરના રોજ પાકિસ્તાની સૈનિકોએ રજૌરી જિલ્લાના બાબા ખોરી અને અન્ય વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. વર્ષ 2017માં પાકિસ્તાન તરફથી થતા સંઘર્ષવિરામના ઉલ્લંઘનની સંખ્યામાં વધારો થયો છે. અધિકૃત આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં પાકિસ્તાન દ્વારા 600 વાર યુદ્ધવિરામું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, છેલ્લા 10 વર્ષોનો આ સૌથી મોટો આંકડો છે.












Click it and Unblock the Notifications
