ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ
મોદી-શાહને ક્લીન ચિટ મામલે ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાનું નિવેદન આવ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ક્લીન ચિટ આપવા વિશે અધિકારીઓ વચ્ચે જ મતભેદ જોવા મળી રહ્યો છે. હવે આના પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાનું નિવેદન સામે આવ્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે અશોક લવાસાના કથિત પત્ર પર નિવેદન જાહેર કરીને કહ્યુ કે પંચના 3 સભ્યોને એકબીજાના ટેમ્પલેટ કે ક્લોન હોવાની અપેક્ષા નથી હોતી. ભૂતકાળમાં ઘણી વાર આવુ થયુ છે જ્યારે વિચારોનો એક મોટો મતભેદ થયો છે, આવુ થઈ શકે છે અને હોવુ જોઈએ.

તેમણે કહ્યુ કે આદર્શ આચાર સંહિતાને સંભાળવા વિશે ઈસીઆઈના આંતરિક કામકાજ વિશે આજે મીડિયામાં જે સમાચારો ચાલી રહ્યા છે તેમાં કોઈ દમ નથી. તમને જણાવી દઈએ કે હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ 4મે બાદ લવાસા આચાર સંહિતા ઉલ્લંઘન પર થયેલ કોઈ પણ બેઠકમાં શામેલ થયા નથી. કથિત રીતે તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને કહ્યુ છે કે જ્યાં સુધી તેમના અસંમતિવાળા મતને ઑન-રેકોર્ડ નહિ કરવામાં આવે ત્યાં સુધી તે પંચની કોઈ પણ મીટિંગમાં શામેલ નહિ થાય.
CEC Sunil Arora: But the same largely remained within confines of ECI after demission of office unless appearing much later in a book written by the concerned ECs/CECs. I personally never shied away from a public debate whenever required but there is time for everything. (2/3) https://t.co/5OtXtxNPDz
— ANI (@ANI) 18 May 2019
તમને જણાવી દઈએ કે પંચના ત્રણ સભ્યોની 'ફૂલ કમિશન'માં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા અને બે ચૂંટણી કમિશ્નર, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ છે. પોલ પેનલના નિયમ એકમત દ્રષ્ટિકોણને પ્રાથમિકતા આપે છે પરંતુ સર્વસંમતિના અભાવમાં બહુમતના નિર્ણયનો સ્વીકાર કરવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે મળેલી આચાર સંહિતાની ફરિયાદોની તપાસ માટે રચેલી સમિતિમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ હતા અને તે તેમને આચાર સંહિતાની સીમામાં માની રહ્યા હતા પરંતુ બહુમતથી લેવાયેલા નિર્ણયમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નહિ ગણીને ક્લીનચિટ આપી દેવામાં આવી.












Click it and Unblock the Notifications
