For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

independence day of india live: ભારતમાં આજે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી

independence day of india live: ભારતમાં આજે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે કમર કસીલીધી છે. કોવિડ 19ના ખતરાને ધ્યાનમાં રાખી ઉજવણી સિમિત રાખવામાં આવી છે. બધાની નજર 15 ઓગસ્ટે સવારે લાલ કિલ્લા પર ટકી છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. લગભગ 4000 જેટલા લોકો આ સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ દેશના રાજનૈતિક પ્રતિનિધિઓ અને મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

independence day

પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. સમારોહને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ વહેલી સવારે 7.30 વાગ્યે શરૂ થશે. લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેઓ પોતાના ભાષણની શરૂઆત કરશે.

Newest First Oldest First
8:54 AM, 15 Aug

ભારતની સંપ્રભુતાનું સન્માન આપણા માટે સર્વોચ્ચ છે.આ સંકલ્પ માટે આપણા વીર જવાનો શુ કરી શકે છે,દેશ શુ કરી શકે છે એ લદ્દાખમા દૂનિયાએ જોયુ છે.:પીએમ
8:54 AM, 15 Aug

LOCથી લઈને LAC સુધી દેશની સંપ્રભુતા પર જે કોઈએ આંખ ઉઠાવી છે,દેશે અને દેશની સેનાએ તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
8:49 AM, 15 Aug

આ વર્ષ જમ્મુ કાશ્મીરમા શરણાર્થીઓના ગરિમાપૂર્ણ જીવનનું પણ વર્ષ છે.: પીએમ
8:49 AM, 15 Aug

આ વર્ષ જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ, દલિતોને મળેલા અધિકારનું વર્ષ છે.
8:49 AM, 15 Aug

આ એક વર્ષ જમ્મુ કાશ્મીરની નવી વિકાસયાત્રાનું વર્ષ છે.
8:41 AM, 15 Aug

આપણા દેશમાં વિવિધ જગ્યાએ વિકાસની તસવીર અલગ અલગ જોવા મળે છે, કેટલાંક ક્ષેત્રો બહુ આગળ છે, કેટલાક ક્ષેત્રો બહુ પાછળ છે, આ અસંતુલિત વિકાસ આત્મનિર્ભર ભારત સમક્ષ મોટો પડકાર છે- મોદી
8:40 AM, 15 Aug

હાલ ભારતમાં કોરોનાની એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ વેક્સીન ટેસ્ટિંગના તબક્કામાં છે, વૈજ્ઞાનિકો પાસેથી જેવી જ લીલી ઝંડી મળસે, દેશની તૈયારીઓ આ વેક્સીનના મોટા પાયે પ્રોડક્શન પર પણ છે- મોદી
8:39 AM, 15 Aug

તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડોક્ટરે કઈ દવા આપી, તમારો રિપોર્ટ્સ શું હતો, આ બધી જાણકારી આ એક હેલ્થ આઈડીમાં જોઈ શકાશે- મોદી
8:38 AM, 15 Aug

આજથી દેશમાં વધુ એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, આ છે નેશનલ ડિજિટલ હેલ્શ મિશન, જે ભારતના હેલ્થ સેક્ટરમાં ક્રાંતિ લાવશે- મોદી
8:37 AM, 15 Aug

કોરોના જ્યારે શરૂ થયો ત્યારે આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્ર એક લેબ હતી, હવે દશમાં 1400થી વધુ લેબ છે- મોદી
8:37 AM, 15 Aug

દેશના જે 40 કરોડ જનધન ખાતા ખુલ્યાં છે, તેનાથી લગભગ 22 કરોડ ખાતા મહિલાઓના છે, કોરોનાના સમયે એપ્રિલ, મે, જૂન આ ત્રણ મહિનામાં મહિલાઓના ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાછે- મોદી
8:33 AM, 15 Aug

મારા દેશવાસીઓ આપણો અનુભવ કહે છે કે આપણને જ્યારે પણ અવસર મળ્યો, દેશ વાસીઓએ નામ રોશન કર્યું છે, દેશને મજબૂતી આપી છે- મોદી
8:33 AM, 15 Aug

દેશમાં નવી રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા રણનીતિનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છેઃ મોદી
8:33 AM, 15 Aug

આ સંદર્ભમાં ભારત સચેત છે, સતર્ક છે અને આ ખતરાનો સામનો કરવા માટે ફેસલો લઈ રહ્યો છે અને નવી નવી વ્યવસ્થા પણ સતત વિકસિત કરી રહ્યો છે- મોદી
8:31 AM, 15 Aug

આગામી હજાર દિવસમાં આ લક્ષ્યને પૂરો કરી લેવામાં આવશે, આગામી 1000 દિવસમાં દરેક ગામને ઑપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવશે- પીએમ મોદી
8:30 AM, 15 Aug

વર્ષ 2014થી પહેલા દેશે માત્ર 5 ડઝન પંચાયતોનો ઑપ્ટિકલ ફાઈબરથી જોડી હતી, ગત પાંચ વર્ષમાં દેશમાં દોઢ લાખ ગ્રામ પંચાયતોને ઑપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવી છે- મોદી
8:30 AM, 15 Aug

કોરોનાના સમયમાં આપણે જોયું કે ડિજિટલ ભારત અભિયાનની શું ભૂમિકા રહી, હજી પાછલા મહિને જ 3 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન માટે ભીમ એપથી થયું- મોદી
8:30 AM, 15 Aug

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં સમૃદ્ધિ અને ખુશહાલ ભારતના નિર્માણમાં દેશની શિક્ષાનું બહુ મોટું મહત્વ છે, આ સોચન સાથે જ દેશને એખ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મળી છે- મોદી
8:30 AM, 15 Aug

એક સામાન્ય ભારતીયની શક્તિ, તેની ઉર્જા, આત્મનિર્ભર ભારત અભિયાનનો મોટો આધાર છે, આ તાકાતને બનાવી રાખવા માટે દરેક સ્તરે નિરંતર કામ થતું રહે છે
8:29 AM, 15 Aug

હજી પાછલા વર્ષે જ હજારો અધૂરા ઘરો પૂરા કરી લેવા માટે 25 હજાર કરોડના ફંડની સ્થાપના થઈ છે- મોદી
8:26 AM, 15 Aug

આ પણ પહેલીવાર થયું જ્યારે આપણા ઘરની હોમ લોનના હફ્તાની ચૂકવણીની અવધિ દરમિયાન 6 લાખ રૂપિયા સુધીની છૂટ મળી રહી છેઃ મોદી
8:25 AM, 15 Aug

મધ્યમ વર્ગથી નીકળેલા પ્રોફેશનલ્સ ભારત જ નહિ આખી દુનિયામાં પોતાની ધાક જમાવે છે, મધ્યમ વર્ગને અવસર જોઈએ, મધ્ય વર્ગને સરકારી દખલઅંદાજીથી મુક્તિ જોઈએ- મોદી
8:24 AM, 15 Aug

ગયા વર્ષે આ લાલ કિલ્લા પરથી જ મેં જળ જીવન મિશનનું એલાન કર્યું હતું, આજે આ મિશન અંતર્ગત હવે દરરોજ એક લાખથી વધુ ઘરોને પાણીના કનેક્શનથી જોડવામાં સફળતા મળી રહી છેઃ મોદી
8:23 AM, 15 Aug

દેશના ખેડૂતોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે થોડા દિવસો પહેલા જ એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવામાં આવ્યું છેઃ પીએમ મોદી
8:22 AM, 15 Aug

મારા પ્રિય દેશવાસીઓ, આત્મનિર્ભર ભારતની એક મહત્વની પ્રાથમિકતા છે, આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર કિસાનઃ મોદી
8:22 AM, 15 Aug

વિકાસના મામલે દેશના કેટલાય ક્ષેત્રો પણ પાછળ રહી ગયાં છે, એવામાં 110થી વધુ આકાંક્ષી જિલ્લાને પસંદ કરી ત્યાં વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેથી ત્યાંના લોકોને સારું શિક્ષણ મળે, સારી સ્વાસ્થ્ય સુવિધા મળે, રોજગારના સારા અવસર મળેઃ મોદી
8:20 AM, 15 Aug

વોકલ ફોર લોકલ, રિ સ્કિલ અને અપ સ્કિલનું અભિયાન, ગરીબી રેખાની નીચે રહેનારાઓના જીવનસ્તરમાં પણ આત્મનિર્ભર અર્થવ્યવસ્થાનો સંચાર કરશેઃ પીએમ મોદી
8:20 AM, 15 Aug

આપણા આ સાથીઓને આપણા ગામમાં જ રોજગાર આપવા માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ શરૂ કરી દેવામાં આવશેઃ પીએમ મોદી
8:19 AM, 15 Aug

થોડા વર્ષો પહેલાં આવી કોઈ કલ્પના પણ નહોતી કરી શકાતી કે આટલું બધું કામ, કોઈપણ લિકેજ વિના થઈ જશે, ગરીબોને હાથમાં સીધા પૈસા પહોંચી જશેઃ પીએમ મોદી
8:18 AM, 15 Aug

7 કરોડ ગરીબ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવમાં આવ્યા, રાશનકાર્ડ હોય કે ના હોય, 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની વ્યવસ્થા કરવામાં આવી, બેંક ખાતામાં 90 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાઃ પીએમ મોદી
READ MORE

આમંત્રિત બધા જ મહેમાનો માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. સ્ટેજ પર માસ્ક વિતરણ પણ કરવામાં આવશે, સેનિટાઈઝર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કહી દીધું કે કોવિડ 19ની સ્થિતિને કાબૂમાં લેવા માટે માત્ર આમંત્રિત લોકોએ જ કાર્યક્રમમાં હાજરી આપવા આવવું. જે લોકોને આમંત્રણ નથી તેઓ ઘરે જ રહી આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. તો તમને પણ જો આમંત્રણ ના મળ્યું હોય તો પળેપળની તાજા અપડેટથી અવગત થવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

English summary
Celebrating 74th independence day of india live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X