For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનને લઈને કેન્દ્રએ રાજ્ય સરકારોને આપ્યા આ દિશા-નિર્દેશ

કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષાને જોતા કેન્દ્રએ ગુરુવારે એક બેઠક આયોજિત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના અચાનક કેસ વધતા જોવા મળી રહ્યા છે. દેશમાં ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષાને જોતા કેન્દ્રએ ગુરુવારે એક બેઠક આયોજિત કરી. જેમાં કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ કે બધી સાવચેતીઓનુ પાલન કરે અને સાવચેત રહીને તેના બચાવ માટે બધી કડકાઈ વર્તો.

corona

આ બેઠકમાં રાજ્યોને સાવચેત રહેવા અને જિલ્લામાં નવા કેસોમાં સમૂહોનુ નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રએ રાજ્યોને આગામી તહેવારની સિઝનમાં પહેલા સ્થાનિક પ્રતિબંધો પર વિચાર કરવાની સલાહ આપી છે. કોરોનાનો આ નવો વેરિઅંટ ઓમિક્રૉન અન્ય વેરિઅંટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે માટે તેના જોખમને જોતા નબળી વસ્તીની રક્ષા કરવા માટે જરૂરી ગણાવ્યુ છે.

બેઠકમાં જણાવવામાં આવ્યુ કે કોવિડના નવા વેરિઅંટની રોકથામ માટે કન્ટેનમેન્ટ ઝોન અને ઝોનને ચિહ્નિત કરવામાં આવે. આ સાથે જ રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવા અને મોટી સભાઓ માટે કડક નિયમ લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. ખાસ કરીને નવા કોરોના વેરિઅંટ કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવાની જરુર છે.

રસીકરણ વિશે કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે તે પહેલા અને બીજા ડોઝના પાત્ર લાભાર્થીઓ કે જેમને રસી મૂકાવવાની બાકી છે તેમને લગાવીને રસીકરણનો 100 ટકાનો ટાર્ગેટ પૂરો કરે. કેન્દ્રએ કહ્યુ કે દેશના એ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કે જ્યાં રસીકરણ કવરેજ રાષ્ટ્રીય સરેરાશથી ઓછુ છે ત્યાંની સરકારો ઘરે-ઘરે રસીકરણ અભિયાનને મજબૂત કરે.

કેન્દ્રએ નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજનાર રાજ્યોને સલાહ આપી કે કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમને જોતા વિશેષ રીતે ઓછા કવરેજવાળા જિલ્લાઓમાં, નબળી વસ્તીની રક્ષા માટે કોવિડ-19 રસીકરણમાં ઝડપથી વૃદ્ધિ કરે.

English summary
Center gave these guidelines to the state governments regarding Omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X