For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંકીપૉક્સને લઈને કેન્દ્રએ જાહેર કર્યુ એલર્ટ, એરપોર્ટ અને બંદરો પર કડક નિરીક્ષણ

વિદેશોમાં મંકીપૉક્સના કેસોમાં ઝડપથી વધારાને લઈને કેન્દ્ર સરકારે શુક્રવારે બધા આંતરરાષ્ટ્રીય એન્ટ્રી પોઈન્ટ-એરપોર્ટ, બંદરો અને લેંન્ડ બૉર્ડર ક્રોસિંગ પર નિરીક્ષણ શરુ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિદેશોમાં મંકીપૉક્સના કેસોમાં ઝડપથી વધારાને લઈને કેન્દ્ર સરકારે શુક્રવારે બધા આંતરરાષ્ટ્રીય એન્ટ્રી પોઈન્ટ-એરપોર્ટ, બંદરો અને લેંન્ડ બૉર્ડર ક્રોસિંગ પર નિરીક્ષણ શરુ કરી દીધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને આઈસીએમઆરને સ્થિતિ પર કડક નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. વળી, આફ્રિકાથી આવેલા મુસાફરોને નમૂનાની આગળની તપાસ માટે પૂણેમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી(NIV) મોકલવામાં આવ્યા છે.

monkeypox

એક અધિકૃત સૂત્રએ કહ્યુ, તેમનો નિર્દેશ આપવામાં આવ્યા છે કે મંકીપોક્સ અસરગ્રસ્ત દેશોની મુસાફરીનો ઇતિહાસ ધરાવતા કોઈપણ બીમાર પ્રવાસીને અલગ રાખવા અને નમૂનાઓ પુણેમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીની BSL4 સુવિધામાં પરીક્ષણ માટે મોકલવા. તેમણે કહ્યુ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ગુરુવારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ICMRને ભારતમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આ દરમિયાન યુરોપમાં 100થી વધુ કેસોની પુષ્ટિ થયા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તાજેતરના મંકીપૉક્સના પ્રકોપ પર ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક બોલાવી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, મંકીપૉક્સ સામાન્ય રીતે તાવ, ફોલ્લીઓ અને લસિકા ગાંઠોમાં સોજો સાથે માણસોમાં પ્રગટ થાય છે અને તે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. મંકીપૉક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત રોગ છે જેમાં લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી ચાલે છે. તે ગંભીર પણ હોઈ શકે છે. WHOએ કહ્યુ કે તાજેતરના સમયમાં મૃત્યુનુ પ્રમાણ 3-6 ટકાની આસપાસ રહ્યુ છે.

મંકીપૉક્સ વાયરસ ઘા, શરીરના તરલ પદાર્થ, શ્વસનના ટીપાં અને પથારી જેવી દૂષિત સામગ્રીના નજીકના સંપર્ક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. WHO કહે છે કે મંકીપૉક્સ શીતળા જેવુ જ છે. મંકીપૉક્સને જર્મનીએ યુરોપમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રકોપ ગણાવ્યો છે. યુનાઇટેડ કિંગડમ, સ્પેન પોર્ટુગલ, જર્મની અને ઇટાલી - યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઓછામાં ઓછા પાંચ દેશોમાં હવે મંકીપૉક્સના કેસોની પુષ્ટિ કરવામાં આવી છે.

English summary
Center issued alert regarding monkeypox, keeping a close watch on airport and port
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X