For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટને પણ રાફેલની કિંમત નહિ જણાવે મોદી સરકારઃ સૂત્ર

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે રાફેલ જેટ્સની કિંમતની બંધ કવરમાં કોર્ટેને જાણકારી આપે. કોટે 10 દિવસની અંદર સરકાર પાસે આની જાણકારી આપવા માટે કહ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે જે રીતે વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યુ ત્યારબાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે રાફેલ જેટ્સની કિંમતની બંધ કવરમાં કોર્ટેને જાણકારી આપે. કોટે 10 દિવસની અંદર સરકાર પાસે આની જાણકારી આપવા માટે કહ્યુ હતુ. પરંતુ સૂત્રોની માનીએ તો સરકાર કિંમતની જાણકારી આપવાના બદલે એક શપથપત્ર દાખલ કરશે જેમાં તે કિંમતની જાણકારી આપવામાં અસમર્થતા જાહેર કરી શકે છે. સરકાર હથિયારોની ગોપનીયતાનો હવાલો આપીને આની કિંમત કોર્ટમાં શેર નહિ કરવાનું શપથપત્ર આપી શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકેઆ પણ વાંચોઃ દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકે

શું કહ્યુ સીજેઆઈએ

શું કહ્યુ સીજેઆઈએ

સૂત્રોની માનીએ તો સંસદને સંપૂર્ણપણે હથિયારોયુક્ત રાફેલ જેટની કિંમતની જાણકારી આપવામાં આવી નથી. સરકારના મહાધિવક્તા કે કે વેણુગોપાલે કોર્ટમાં પણ આ વાતને આગળ વધારી. જેના પર આ મામલાની સુનાવણી કરી રહેલ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે કેન્દ્ર સરકારને બંધ કવરમાં જેટની કિંમત બતાવવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ કારણકે સરકારે સંસદમાં પહેલેથી જ આની જાણકારી આપી દીધી છે. વળી, સૂત્રોની માનીએ તો સંસદની અંદર સરકાર તરફથી જે કિંમત શેર કરવામાં આવી છે તે માત્ર જેટની છે નહિ કે તેમાં લાગેલા હથિયારની.

આરોપ-પ્રત્યારોપ યથાવત

આરોપ-પ્રત્યારોપ યથાવત

રાફેલ ડીલ અંગે વિપક્ષ સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહ્યુ છે અને આરોપ લગાવી રહ્યુ છે કે યુપીએની તુલનામાં હાલની સરકાર રાફેલની ઘણી વધુ કિંમત આપી રહી છે. પરંતુ સરકાર વિપક્ષના આરોપોને એમ કહીને ફગાવતી રહી કે માત્ર રાફેલની કિંમત યુપીએની તુલનામાં ઓછી છે પરંતુ તેમાં લાગેલા હથિયારના કારણે તેની કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત જે રીતે રાફેલ ડીલને રિલાયન્સને આપવામાં આવી છે તે અંગે પર વિપક્ષ સરકારને ઘેરી રહી છે.

સીબીઆઈને પોતાનું ઘર ઠીક કરવા દો

સીબીઆઈને પોતાનું ઘર ઠીક કરવા દો

રાફેલ કેસની સુનાવણી કરી રહેલ સુપ્રીમ કોર્ટમાં જ્યાકે યાચિકાકર્તાઓએ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે કહ્યુ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તપાસ એજન્સી પોતાના ઘરની સ્થિતિ ઠીક કરી લીધા બાદ જ આ વિશે કોઈ નિર્ણય લઈ શકાશે. આ વાત ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ સીનિયર વકીલ પ્રશાંત ભૂષણની યાચિકા પર કહી.

આ પણ વાંચોઃ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓઆ પણ વાંચોઃ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓ

English summary
Center not to inform supreme court about the rafale price says sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X