For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટોકટી વખતે આર્થિક મદદ અને સામાનનો દૂરુપયોગ કર્યો તો થશે 2 વર્ષની સજા

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે આર્થિક મદદમાં ભ્રષ્ટાચારને સહન કરવામાં નહિ આવે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામે લડવા માટે ભારત એકજૂટ થઈને પોતાની કોશિશોમાં લાગેલુ છે. કેન્દ્ર સરકાર સતત બધી રાજ્ય સરકારો સાથે આ મહામારી માટે સંપર્કમાં છે અને રાજ્યોને દરેક સંભવ મદદ પૂરી પાડી રહ્યુ છે. કેન્દ્ર સરકારે મહામારીના કારણે મોટા આર્થિક પેકેજનુ પણ એલાન કર્યુ હતુ. સાથે જ અલગ અળગ રીતની આર્થિક ઘોષણાઓ કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉનથી ચિંતિત લોકો માટે કરી રહી છે. પરંતુ આ દરમિયાન વિવિધ આરોપો આર્થિક વિસંગતિઓ માટે લાગી રહ્યા હતા. આ તમામ આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે આર્થિક મદદમાં ભ્રષ્ટાચારને સહન કરવામાં નહિ આવે.

amit shah

કેન્દ્ર સરકારના ગૃહ સચિવ તરફથી બધા રાજ્યોને સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કટોકટીના સમયે કોઈ પણ પ્રકારની આર્થિક મદદ અને સામાનનો જો ખોટો ઉપયોગ થશે તો આમ કરનારને 2 વર્ષની સજા થશે અને દંડ પણ ભરવો પડશે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રીએ બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ સમય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે બહેતર સમન્વય સાથે કામ કરવાનો છે. અત્યારે કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સાથે છે.

પીએમે મુખ્યમંત્રીઓને આવનારા અમુક સપ્તાહ કોરોના સાથે જોડાયલ બાબતો અને જરૂરિયાતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ કહ્યુ છે. મુખ્યમંત્રીઓ તરફથી પણ પીએમને જણાવવામાં આવ્યુ કે તે કેવી રીતે સોશિયલ ડિસ્ટંસીંગ અને બીજી વસ્તુઓ માટે કામ કરી રહ્યા છે. નિઝામુદ્દીન મરકજ મામલે પણ તેમણે વિશેષ ધ્યાન રાખવાની વાત કહી. આ વાતચીત દરમિયાન પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.

આ પણ વાંચોઃ કોવિડ 19: IAFનુ વિમાન ચિકિત્સા ઉપકરણ લઈને માલદીવ માટે થશે રવાનાઆ પણ વાંચોઃ કોવિડ 19: IAFનુ વિમાન ચિકિત્સા ઉપકરણ લઈને માલદીવ માટે થશે રવાના

English summary
Center tough message to states on misappropriation of money or material.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X