For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે રૂપિયા 1,353 કરોડનું ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ ફાળવ્યું

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. આ સાથે કોરોના મહામારી સામે વધુ સારી રીતે લડવા અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સૂચનો પણ આપ્યા હતા.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. આ સાથે કોરોના મહામારી સામે વધુ સારી રીતે લડવા અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સૂચનો પણ આપ્યા હતા. ગુવાહાટીમાં પ્રદેશના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક બાદ કેન્દ્ર સરકારે મંગળવારના રોજ પૂર્વોત્તર રાજ્યોને તેમના કોરોના સંક્રમણના નિયંત્રણ પ્રયાસો માટે ભંડોળ પૂરું પાડવા માટે લગભગ રૂપિયા 1,353 કરોડ ફાળવ્યા છે.

emergency Covid response package, Paediatric task force, private and public sector, third waveમof corona, Nagaland health minister, S Pangnyu Phom, Union Health Minister of Assam, Union health minister, Mansukh Mandaviya , vaccination drive , Assam CM Himanta Biswa Sarma, ઇમર્જન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સ, ખાનગી અને જાહેર ક્ષેત્ર, કોરોનાની ત્રીજી લહેર, નાગાલેન્ડ આરોગ્ય મંત્રી, એસ પંગન્યુ ફોમ, આસામના કેન્દ્રીય આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, મનસુખ માંડવિયા, રસીકરણ અભિયાન, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, international news, world news, world news in gujarati, રાષ્ટ્રીય સમાચાર, આતરરાંષ્ટ્રીય સમાચાર, વર્લ્ડ ન્યૂઝ, વૈશ્વિક સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, ગુજરાતી સમાચાર, ગુજરાત સમાચાર, gujarati news, gujarat news, news in gujarati, news in gujarat, gujarat today, international news, international news in gujarati,

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રૂપિયા 1,352.92 કરોડનું ખાસ પેકેજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં કોરોના મહામારી સામે અસરકારક અને આક્રમક રીતે લડવા માટે જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે હતું. આ ફંડ રાજ્યોને દવાઓ ખરીદવા, દવાઓ અને ઓક્સિજનનો બફર સ્ટોક જાળવવા અને હોસ્પિટલોમાં આઈસીયુ સહિત બેડ ઉમેરવામાં મદદ કરશે. માંડવિયાએ ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં રસીઓના નિયમિત પુરવઠાની ખાતરી આપી હતી, જેથી આગામી કેટલાક મહિનાઓમાં મહત્તમ રહેવાસીઓને રસી આપવામાં આવે.

આ બેઠક દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ માંડવીયાને તેમના રાજ્યોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ અંગે માહિતી આપી અને રોગચાળાને વધુ સારી રીતે લડવા અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સૂચનો પણ આપ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ટ્વિટ કર્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને આસામના કોરોના સંક્રમણ અને રસીકરણ અંગેના અપડેટ્સના સક્રિય સંચાલન વિશે જાણકારી આપી છે. તેમને આપણા લોકોને સારી આરોગ્ય સુવિધા પહોંચાડવાની ખાત્રી આપી છે.

નાગાલેન્ડના આરોગ્ય મંત્રી એસ પંગન્યુ ફોમે જણાવ્યું કે, રસીકરણના વધતા સ્તરને કારણે રાજ્યમાં હોસ્પિટલમાં દાખલ થવાનો અને મૃત્યુદર ઘટ્યો છે અને વધુ લોકોને ઝડપથી આવરી લેવા માટે બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની વિનંતી કરી હતી. આ સાથે ફોમે 18 વર્ષથી ઓછી ઉંમરના રહેવાસીઓનું રસીકરણ શરૂ કરવા માટે સમયરેખાની પણ વિનંતી કરી. કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટેની તૈયારીની દેખરેખ રાખવા માટે નાગાલેન્ડે ખાનગી અને જાહેર ક્ષેત્રના નિષ્ણાતો સાથે પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

English summary
Union Health Minister Mansukh Mandvia gave suggestions on how to better fight the epidemic and speed up the vaccination campaign. After a review meeting with the region's health ministers in Guwahati, about Rs 1,353 crore has been allocated to provide funding for the northeastern states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X