For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th pay commission: આ કારણે નારાજ થયા લાખો સરકારી કર્મચારી, દેશભરમાં પ્રદર્શન કરશે

7th pay commission: આ કારણે નારાજ થયા લાખો સરકારી કર્મચારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 7th pay commissionની ભલામણો મુજબ વેતનમાં વધારાની અપેક્ષા સેવીને બેઠેલા કર્મચારીઓનો ઇંતેજાર લંબાતો જઈ રહ્યો છે. ઉમ્મીદ હતી કે કેન્દ્ર સરકાર દિવાળીની ગિફ્ટ તરીકે કેન્દ્રીય કર્મચારીઓને વેતનમાં વધારાની ખુશખબરી આપશે, પરંતુ હવ લાગવા લાગ્યું છે કે આ મામલે વિધાનસભા ચૂંટણી બાદ જ કંઈક ફેસલો આવશે. બીજી બાજુ સરકારી કર્મચારી જૂની પેંશન યોજના પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારી 2005માં ખતમ થયેલ જૂની પેંશન યોજનાને ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે. કર્મચારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો એમની માગ સંતોષવામાં નહિ આવે તો વિરોધ પ્રદર્શન શરૂ થશે.

પેંશનની માગને લઈને પ્રદર્શન

પેંશનની માગને લઈને પ્રદર્શન

યૂપીના સરકારી કર્મચારી જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે. સરકારે એમની આ માગ પર ધ્યાન નથી આપી રહી, જે બાદ કર્મચારી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધું છે. સરકારી કર્મચારી અને શિક્ષક સંગઠનોએ યોગી સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે એમની માગ સંતોષવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

સરકાર માગણીની અવગણના કરી રહી છે

સરકાર માગણીની અવગણના કરી રહી છે

સરકારી કર્મચારી યૂપી સરકાર પર 7મા પગાર પંચ અંતર્ગત એમની માગણીઓની અવગણના કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કર્મચારીઓએ 29 ઓક્ટોબરથી 14 સપ્ટેમ્બ સુધી વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધું છે. લાખો કર્મચારી યૂપીની રાજધાની લખનઉમાં વિશેળ જનસભા કરી સરકાર પ્રતિ પોતાની નારાજગી જતાવશે.

સરકારનું સખ્ત વલણ

સરકારનું સખ્ત વલણ

જ્યારે યોગી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જે કર્મચારી આ વિરોધ પ્રદર્શનમાં ભાલ લેસે અથવા કોઈપણ કારણથી કાર્યાલયમાં ગેરહાજર રહેશે , તો તેમનો પગાર કાપી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારી જૂની પેંશન યોજનાને બીજી વાર લાગુ કરવાની માગણી કરી રહ્યા છે.

માલેગાંવ બ્લાસ્ટઃ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આરોપ નક્કીમાલેગાંવ બ્લાસ્ટઃ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આરોપ નક્કી

English summary
7th pay commission pensions: Central government employees, state staffers threaten nationwide stir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X