For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET એક વર્ષ પાછી ઠેલાઇ, કેબિનેટે આપી મંજૂરી

|
Google Oneindia Gujarati News

મેડિકલ અને ડેન્ટલ કોલેજ માટે અપાતી રાષ્ટ્રીય એલિજિબિલિટી પ્રવેશ પરીક્ષા (NEET)નો વિવાદ વધતા કેન્દ્ર સરકારે તેને આગામી એક વર્ષ માટે પાછી ઠેલવી છે. અને આ અંગે એક અધ્યાદેશ નીકાળીને તેની મંજૂરી પણ આપી દીધી છે. નોંધનીય છે કે સવારે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં રાજ્યોના બોર્ડને એક વર્ષ માટે NEETથી છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 11 એપ્રિલે નીટની પરીક્ષા લેવા માટે આદેશ આપ્યો હતો. જે અંતર્ગત બે પડાવમાં આ પરીક્ષા લેવામાં આવવાની છે. નીટના એક ચરણની પરીક્ષા 1 મેના રોજ લેવાઇ પણ ગઇ છે અને અન્ય 24 જુલાઇએ લેવાવાની છે. જો કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયનો ભારેવિરોધ થતા રાજ્યો દ્વારા કેન્દ્ર સરકાર પર વટહુકમ લાવવા માટે દબાવ કરવામાં આવ્યો હતો. અને આજ કારણે સવારે કેબિનેટ બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી.

gujarat

જો કે કેબિનેટના આ નિર્ણય સામે અરજદારના વકીલ અમિત કુમાર 24 જુલાઇ પહેલા સુપ્રીમ કોર્ટ જશે તેવી માહિતી આપી હતી. તો સામે પક્ષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટના આ નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પીએમને પત્ર લખીને જણાવ્યું છે કે આમ કરવાથી મેડિકલ કોલેજમાં ચાલતી ગરબડીને હવા મળશે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીશે સરકારના આ ત્વરીત નિર્ણય આવકાર્યો છે.

English summary
Central Government likely to use a special order to postpone neet by a year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X