For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રિમ કોર્ટના જજ બનશે જસ્ટીસ કેએમ જોસેફ, કેન્દ્ર સરકારની મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટીસ કેએમ જોસેફને સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવાની ભલામણ મંજૂર કરવા સાથે લાંબા સમયથી ચાલી રહેલ અવરોધ સમાપ્ત થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટીસ કેએમ જોસેફને સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવાની ભલામણ મંજૂર કરવા સાથે લાંબા સમયથી ચાલી રહેલ અવરોધ સમાપ્ત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ઈન્દિરા બેનર્જી અને ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનીત સરન સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ કેએમ જોસેફને સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત કરવાની કોલેજિયમની ભલામણ મંજૂર કરી લીધી છે.

સુપ્રિમ કોર્ટે બીજી વાર જસ્ટીસ જોસેફના નામની ભલામણ કરી

સુપ્રિમ કોર્ટે બીજી વાર જસ્ટીસ જોસેફના નામની ભલામણ કરી

સુપ્રિમ કોર્ટના કોલેજિયમે બીજી વાર જસ્ટીસ જોસેફના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી. પહેલી વાર જ્યારે સુપ્રિમ કોર્ટના કોલેજિયમે જસ્ટીસ કેએમ જોસેફનું નામ મોકલ્યુ હતુ ત્યારે સરકારે તેને પાછુ મોકલી દીધુ હતુ. ત્યારબાદથી આ મામલે અવરોધો આવી રહ્યા હતા.

સરકારે પહેલી ભલામણ પર વાંધો દર્શાવ્યો હતો

સરકારે પહેલી ભલામણ પર વાંધો દર્શાવ્યો હતો

ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેએમ જોસેફના નામની પહેલી ભલામણ પર વાંધો વ્યક્ત કરતા મોદી સરકારે પાછુ મોકલી દીધુ હતુ. ત્યારબાદ મે માં ફરીથી પાંચ સભ્યોની કોલેજિયમની આ અંગે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. આ બેઠકમાં આંધ્ર તેમજ તેલંગાના હાઈકોર્ટ, કોલકત્તા, રાજસ્થાન હાઈકોર્ટના જજોને સુપ્રિમ કોર્ટમાં ફેયર રિપ્રેઝન્ટેશન તરીકે નિયુક્તિની ભલામણ પર પણ નિર્ણય ટળી ગયો હતો.

જસ્ટીસ જોસેફના નામ પર લાંબા સમય સુધી ચાલ્યો આવરોધ

જસ્ટીસ જોસેફના નામ પર લાંબા સમય સુધી ચાલ્યો આવરોધ

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જસ્ટીસ જોસેફના પ્રમોશન સંબંધી કોલેજીયમની ભલામણ તેની પાસે પુનર્વિચાર માટે પાછી મોકલાવી દીધી હતી. સરકારે કહ્યુ હતુ કે આ પ્રસ્તાવ ટોચની અદાલતના માપદંડને અનુરૂપ નથી અને સુપ્રિમ કોર્ટમાં કેરળનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે. જ્યારે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાના નામને સરકારે મંજૂરી આપી દીધી હતી.

English summary
central Govt clears Supreme Court Collegium’s move to elevate Justice KM Joseph
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X