જમ્મુ કાશ્મીરમાં પત્થર ફેંકનારા હવે બન્યા પંચ અને સરપંચઃ ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસના પ્રસંગ ચાણક્યપુરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકમાં પોલીસ અધિકારીઓ અને અર્ધસૈનિક દળોના કમાંડરોને સંબોધિત કર્યા.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસના પ્રસંગ ચાણક્યપુરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકમાં પોલીસ અધિકારીઓ અને અર્ધસૈનિક દળોના કમાંડરોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે કોરોનાના સમયગાળા દરમિયાન પોલીસકર્મીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યો, જમ્મુ કાશ્મીર અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારો થયો છે. દેશની આંતરિક સુરક્ષામાં સકારાત્મક ફેરફારો થયા છે. અગાઉ, પૂર્વોત્તર, કાશ્મીર અને ડાબેરી વિદ્રોહથી પ્રભાવિત વિસ્તારોમાં ઘણી મોટી ઘટનાઓ બની હતી. પૂર્વોત્તરમાં અમે સશસ્ત્ર દળો(અફસ્પા હેઠળ) ને આપવામાં આવેલી વિશેષ શક્તિઓને પાછી લઈ લીધી છે અને તેના બદલે ત્યાંના યુવાનોને વિશેષ અધિકારો આપ્યો છે જેના પરિણામે આ ક્ષેત્રોમાં હિંસા 70 ટકા સુધી ઘટી ગઈ છે.

અમિત શાહે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ એવી છે કે જે યુવાનો સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરતા હતા તે હવે પંચ અને સરપંચ બની ગયા છે. ડાબેરી વિદ્રોહથી પ્રભાવિત રાજ્યોમાં હવે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. એકલવ્ય સ્કૂલમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, આ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા.હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.
1959માં લદ્દાખના હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ચીની આક્રમણનો બદલો લેવા માટે જીવ ગુમાવનારા 10 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોની યાદમાં 'પોલીસ સ્મૃતિ દિવસ' ઉજવવામાં આવે છે. ગૃહમંત્રીએ કહ્યું કે, દેશની સુરક્ષા માટે 35000થી વધુ પોલીસકર્મીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોએ પોતાના જીવનનુ બલિદાન આપ્યું છે. હું એ તમામ બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. હું શહીદોના પરિવારોને આશ્વાસન આપવા માંગુ છુ કે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યુ છે તે વ્યર્થ નહીં જાય. દેશ વિકાસ તરફ આગળ વધશે અને સુરક્ષાને મજબૂત બનાવતો રહેશે.
અમિત શાહે વધુમાં કહ્યુ કે 'આજે આપણો દેશ દરેક દિશામાં પ્રગતિ કરતો જોવા મળી રહ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષ પછી આપણે કહી શકીએ કે આપણે આપણા લક્ષ્ય તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. પરંતુ આ તમામ સિદ્ધિઓનુ નિર્માણ દેશના જવાનોના સર્વોચ્ચ બલિદાનને કારણે શક્ય બન્યુ છે. દેશભરમાંથી પોલીસ દળ અને CAPFના 35,000 થી વધુ જવાનોએ દેશની આંતરિક સુરક્ષા અને દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમના બલિદાનને યાદ કરીને સમગ્ર રાષ્ટ્ર કૃતજ્ઞ છે. તેમણે વધુમાં કહ્યુ કે દેશના મોટાભાગના આતંકવાદ પ્રભાવિત હૉટસ્પોટ્સ આજે શાંતિ તરફ આગળ વધી રહ્યા છે. ઘણા વર્ષો પહેલા જ્યારે CRPFએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી હતી તે જ દિવસે પોલીસ મેમોરિયલ ડેની સિલસિલો શરૂ થયો હતો અને આ આજ સુધી ચાલુ છે. દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફરજ પર હોય ત્યારે પોલીસ જરાય ડરતી નથી.












Click it and Unblock the Notifications
