For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલને લઈને આરોપો લગાવનારા અભણ છેઃ વી.કે. સિંહ

રાફેલ ડીલને લઈને આરોપો લગાવનારા અભણ છેઃ વી.કે. સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે રાફેલ ડીલને લઈને જેવી રીતે સરકાર પર આરોપો લાગી રહ્યા છે તેના પર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. એમણે કહ્યું કે જે લોકો સરકાર પર રાફેલ ડીલને લઈને આરોપ લગાવી રહ્યા હતા તેઓ અભણ લોકો છે. વીકે સિંહે કહ્યું કે લોકોને આ વિશે જાણકારી નથી, અને મનફાવે તેમ બફાટ કરી રહ્યા છે. કહ્યું કે રાફેલ ડીલ સાથે જોડાયેલા લોકો પહેલેથી જ આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો

રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો

વીકે સિંહે કહ્યું કે આ મામલે તમામ અધિકારીઓએ પહેલેથી જ તથ્યો સામે રાખી દીધા હતા. જેવી રીતે આ ડીલને લઈને રિલાયન્સનું નામ સામે આવી રહ્યું છે, તેના પર વીકે સિંહે કહ્યું કે જો તમે વારંવાર આ મામલે નાખને ખેંચતા રહેશો તો તેમાં હું કંઈ ન કરી શકું. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદી સરકાર પર પ્રહારો કર્યા તેવા સમયે વીકે સિંહે આ નિવેદન આપ્યું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જણાવી દઈએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઈને સુનાવણી કરી હતી. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચે કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેંચની અધ્યક્ષતા કરી રહ્યા છે, જ્યારે અન્ય બે જજ જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ આ બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટની બેંચે બુધવારે આ મામલા સાથે જોડાયેલ તમામ અરજીઓ પર સુનાવણી કરી, જેમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.

સરકાર પર ફોર્જરીનો આરોપ

સરકાર પર ફોર્જરીનો આરોપ

આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જેટની કિંમત પર માત્ર ત્યારે જ સુનાવણી થઈ શકે છે જ્યારે આ તથ્યોને લોકો સામે રાખવામાં આવે. આ મામલામાં અરજદારના વકીલ એમએલ શર્માએ કહ્યું કે સરકાર દરફથી જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે તે આ મામલામાં છેતરપિંડી ઉજાગર કરે છે. તેમણે અપીલ કરી કે પાંચ જજની બેંચ દ્વારા આ મામલાની સુનાવણી કરવી જોઈએ.

શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'

English summary
Central minister VK Singh says those making accusations over rafale deal are illiterate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X