For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે?

સેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે

દિલ્હીનો રાજપથ ઘણી રીતે ખાસ છે. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધી જનારા આ રસ્તાની બંને બાજુ ગાર્ડન છે, જ્યાં હજારો લોકો ઠંડીમાં તડકો ખાવા કે ગરમીમાં સાંજે આઇસક્રીમ ખાવા આવે છે.

પણ ત્રણ કિલોમીટરના લાંબા રસ્તા પર ચારે તરફ હવે ધૂળ જામેલી છે. જમીનમાંથી ખોદેલી માટી, ખાડાઓ અને લોકોને અંદર જવાની મનાઈ કરતાં સાઇનબોર્ડ દરેક બાજુ દેખાશે. સાથે જ દેખાશે ગટરની પાઇપ અને ફૂટપાથ પર કામકાજ કરતા પીળા ડ્રેસવાળા મજૂરો.

આ બધું સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ માટે નવું ઘર અને ઘણી ઑફિસ બનાવાઈ રહી છે. આખા પ્રોજેક્ટની કિંમત અંદાજે 20 હજાર કરોડ રૂપિયા બતાવાઈ રહી છે.

શરૂઆતથી આ પ્રોજેક્ટને લઈને વિવાદ થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2019માં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ત્યારથી આલોચકોનું કહેવું છે કે આટલી મોટી રકમનો ઉપયોગ લોકોની ભલાઈ સાથે જોડાયેલાં કામો માટે કરાઈ શકાતો હતો, જેમ કે દિલ્હી માટે સ્વચ્છ હવાની વ્યવસ્થા માટે, જે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે.

સેન્ટ્રલ વિસ્ટા

જોકે સરકાર આ આરોપોને ફગાવે છે. તેનું કહેવું છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટથી અર્થવ્યવસ્થાને બહુ ફાયદો થશે.

શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીના કહેવા અનુસાર, તેનાથી "મોટા પાયે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે લોકોને રોજગારી મળશે" અને આ ભારતના લોકો માટે "ગર્વ"ની વાત હશે.

ભારત કોવિડ મહામારીની બીજી લહેરથી ઝૂઝી રહ્યં છે, તેમ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. લોકોમાં તેને લઈને ગુસ્સો પણ છે. ટીકાકારોએ વડા પ્રધાન મોદીની તુલના "સળગતા રોમ વચ્ચે વાંસળી વગાડતા નીરો" સાથે કરી છે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેને "આપરાધિક બરબાદી" ગણાવતા પીએમ મોદીને મહામારીને નાથવાની અપીલ કરી છે.

https://twitter.com/RahulGandhi/status/1390519549301305346

એક ખુલ્લા પત્રમાં ઘણા બુદ્ધિજીવીઓએ આ પ્રોજેક્ટ પર કરાયેલી રહેલી રકમ અંગે ટીકા કરીને લખ્યું કે "તેનો ઉપયોગ ઘણાની જિંદગીઓ બચાવવા માટે કરી શકાત."

આ પ્રોજેક્ટ હેઠળ બનનારા પીએમના નવા આવાસની પણ ટીકા કરાઈ રહી છે, જે ડિસેમ્બર 2022 સુધી પૂરો થવાનું લક્ષ્ય છે.

ઇતિહાસકાર નારાયણી ગુપ્તાએ બીબીસીને કહ્યું, "આ સંપૂર્ણ રીતે ભાગી જવું સમાન છે. એક એવા સમયે જ્યારે મહામારીથી હજારો લોકોના જીવ જઈ રહ્યા છે, સ્મશાન અને કબ્રસ્તાનોમાં જગ્યા નથી અને સરકાર હવામાં મહેલ બનાવી રહી છે."


હાલમાં ક્યાં રહે છે વડા પ્રધાન?

મહામારીના સમયમાં પણ સેન્ટ્રલ વિસ્ટાનું કામકાજ ચાલુ છે

પીએમ મોદી હાલમાં પણ એક આલિશાન પરિસરમાં રહે છે, જે લોકકલ્યાણ માર્ગમાં 12 એકરમાં ફેલાયેલું છે. પાંચ બંગલાવાળી આ જગ્યા રાષ્ટ્રપતિભવનથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર છે.

પીએમના પોતાની ઘર સહિત ત્યાં મહેમાનો માટે રહેવાની એક જગ્યા છે, ઑફિસ છે, મિટિંગ રૂમ છે, એક થિયેટર છે અને એક હેલિપેડ છે. કેટલાંક વર્ષ પહેલાં આ ઘરથી સફદરજંગ ઍરપૉર્ટ માટે એક સુરંગ પણ બનાવી હતી.

દિલ્હીના આર્કિટેક્ટ ગૌતમ ભાટિયા કહે છે, "ભારતમાં વડા પ્રધાનનો એક આખો રસ્તો છે. બ્રિટનમાં 10 ડાઉંનિંગ સ્ટ્રીટ (બ્રિટનના વડા પ્રધાનનું ઘર) માત્ર એક દરવાજા પર લખેલો નંબર છે.

https://www.youtube.com/watch?v=LIaXUDxvCb8&t=2s

આ પ્રોપર્ટીની પસંદગી 1984માં રાજીવ ગાંધીએ કરી હતી. તે એક અસ્થાયી ઘર થવાનું હતું, પણ બાદમાં બધા વડા પ્રધાનો આ ઘરમાં રહેવા લાગ્યા.

રાજનીતિક વિશ્લેષક મોહન ગુરુસ્વામી અનુસાર, "રાજીવ ગાંધી ત્રણ બંગલાનો ઉપયોગ કરતા હતા. ચોથા અને પાંચમા બંગલાને બાદમાં સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ માટે જોડવામાં આવ્યા."

https://twitter.com/narendramodi/status/1297445645075136512

ગૌતમ ભાટિયાના કહેવા અનુસાર, "આ અપેક્ષાકૃત નવું નિર્માણ છે." આ સિવાય સમયાંતરે તેને સારું બનાવવા માટે "ઘણા પૈસા ખર્ચ કરાયા છે."

છેલ્લા કેટલાક સમયમાં પીએમ મોદીના ઘરની એક ઝલક મળી છે. તેમણે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેઓ મોરને ખવડાવતા, યોગા કરતા અને પોતાનાં માતાને વ્હિલચેર પર ફેરવતા નજરે ચડે છે.


નવા ઘર અંગે આપણને શું ખબર છે?

રાજપથની તસવીર લેવા પર પ્રતિબંધ છે

આ દિલ્હીના પાવર કૉરિડૉરમાં હશે, તેના એક છેડે રાષ્ટ્રપતિભવન હશે, તો બીજા છેડે સુપ્રીમ કોર્ટ. પીએમના ઘરની પાસે જ સંસદભવન હશે.

સરકારી દસ્તાવેજો અનુસાર, 15 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં 10 ચાર માળની ઇમારત હશે. આ પરિસર રાષ્ટ્રપતિભવન અને સાઉથ બ્લૉકની વચ્ચે હશે, જ્યાં પીએમ અને રક્ષા મંત્રાલયની ઑફિસ છે. 1940માં અંગ્રેજો દ્વારા બનાવાયેલા બૅરેકનો ઉપયોગ હજુ પણ અસ્થાયી ઑફિસની જેમ થાય છે, જેને તોડી પડાશે.

પીએમના ઘર અંગે તેનાથી વધુ જાણકારી ઉપલબ્ધ નથી. બીબીસીના મેઈલના જવાબમાં પ્રોજેક્ટના આર્કિટેક્ટ બિમલ પટેલની ઑફિસે કહ્યું, "સુરક્ષાના કારણસર અમે વધુ જાણકારીઓ કે બ્લ્યુપ્રિન્ટ આપી ન શકીએ."

એક આર્કિટેક્ટ અનુજ શ્રીવાસ્તવ કહે છે, "તેને લઈને લોકો વચ્ચે કોઈ વાત નથી થઈ. તેનાથી સંબંધિત જાણકારીઓ આવતી રહે છે, પણ કંઈ સ્પષ્ટ નથી."

માધવ રમન કહે છે કે "આટલી મોટી ઇમારત"નું સાઉથ બ્લૉકની પાસે હોવું (જે એક સંરક્ષિત ઇમારત છે અને તેને જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરે બનાવી હતી) ચિંતાનો વિષય છે.

"ભારતના પુરાતત્ત્વ વિભાગના નિયમો અનુસાર, કોઈ પણ હેરિટેજ બિલ્ડિંગથી કોઈ પણ બીજી ઇમારતનું અંતર 300 મીટરનું હોવું જોઈએ, પણ પીએમનું ઘર માત્ર 30 મીટર દૂર છે. એ પ્લૉટ પર ઘણાં ઝાડ છે, તેનું શું થશે."


વડા પ્રધાન નવું ઘર કેમ ઇચ્છે છે?

અધિકારીઓનું કહેવું છે કે પીએમનું ઘર "યોગ્ય જગ્યાએ નથી" અને "તેમની સુરક્ષા મુશ્કેલ છે" અને "સારા ઢાંચાની જરૂર છે, જેને મેન્ટેન કરવો સરળ હોય અને સસ્તો હોય"

તેમના અનુસાર, "ઘર અને ઑફિસનું અંતર ઓછું થશે, જેથી જ્યારે પીએમ નીકળે ત્યારે રસ્તો બંધ કરવો ન પડે, જેના કારણે "શહેરમાં ટ્રાફિક પર ખરાબ અસર થાય છે."

જોકે મોહન ગુરુસ્વામીનો મત અલગ છે.

તેઓ કહે છે, "દરેક નિર્ણય પીએમના ઘરમાં લેવાય છે. તેમની પાસે 100થી વધુનો સ્ટાફ છે જે દરરોજ 300થી વધુ ફાઇલો જુએ છે. તેમણે સત્તાનું કેન્દ્ર પોતાનું હાથમાં રાખ્યું છે. તેઓ પ્રૅસિડેન્શિયલ સરકાર ચલાવવા માગે છે, જેના માટે મોટી બિલ્ડિંગ જોઈએ- જેમ કે વ્હાઇટ હાઉસ કે ક્રેમલિન."

ગુરુસ્વામી કહે છે, ભારતીય વડા પ્રધાન હંમેશાં "પાછળની ઇમારતોમાં રહે છે", પણ આ ઘરની મદદથ મોદી પોતાને દિલ્હીના પાવર કૉરિડૉરના કેન્દ્રમાં લાવવા માગે છે.

"પણ સત્તાનો બદલાવ દેખાવો પણ જોઈએ. તેઓ માત્ર એક નવું ઘર નથી બનાવતા પણ સરકારી સંસ્થાઓમાં બદલાવ લાવી રહ્યા છે. ઢાંચાના બદલાવથી સત્તાની તાકાતનું સ્વરૂપ પણ બદલાય છે."


રાજપથનું શું થશે?

ભારતનું સંસદભવન

રાજપથ, દિલ્હીનો આ એ વિસ્તાર છે, જે વિરોધપ્રદર્શન અને કેન્ડલ માર્ચ માટે જાણીતો છે.

સરકાર એમ કહે છે કે આ સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે, પણ ટીકાકારોનું માનવું છે કે વડા પ્રધાન આવાસથી તેનું અંતર ઘટતાં મોટી સંખ્યામાં લોકોને જમા થવાથી રોકી શકે છે.

ઇતિહાસકાર નારાયણી ગુપ્તા કહે છે, "બહુમાળીય ઑફિસોની બિલ્ડિંગ સાંસ્કૃતિક કેન્દ્રોનું સ્થાન લેશે, જેમ કે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફૉર આર્ટ, નેશનલ મ્યુઝિયમ ફૉર મૉડર્ન આર્ટ, નેશનલ આર્કાઇવ ઇન્ડિયા ગેટને ઢાંકી નાખશે."

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

"આ લોકો ખાસ દુર્લભ પાંડુલિપિઓ અને નાજુક ચીજોને હઠાવીને તેને અસ્થાયી જગ્યાઓ પર રાખી રહ્યા છે, આપણને શું ખબર કે આ દરમિયાન તેને કોઈ નુકસાન નહીં થાય."

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચનાં કાંચી કોહલી કહે છે, "દિલ્હીને એક ખાસ ઇરાદા સાથે ડિઝાઇન કરાઈ રહ્યું છે. સરકારી કે કોઈ અર્ધસરકારી ઑથૉરિટી એમાં એવો કોઈ બદલાવ નહીં લાવી શકે. આ જમીન હડપવા સમાન છે."


સરકાર શું કહી રહી છે?

મહિલા રસ્તા પર સામાન વેચી રહ્યાં છે

શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીએ આ પ્રોજેક્ટનું સમર્થન કરીને આવી બધી ટીકાઓને ફગાવી દીધી છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે સરકાર મહામારીના સમયમાં પણ કરોડો રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખી રહી છે.

હરદીપસિંહ પુરીએ આ મામલે ઘણાં ટ્વીટ પણ કર્યાં છે. એક ટ્વીટમાં તેમણે લખ્યું, "સરકારે રસીકરણ પર બમણું બજેટ ફાળવ્યું છે, લોકોએ સેન્ટ્રલ વિસ્ટાના ચાલી રહેલા કામની ફેક તસવીરો અને અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ."

https://twitter.com/HardeepSPuri/status/1390915641503145987

"સેન્ટ્રલ વિસ્ટાને વિશ્વકક્ષાએ સાર્વજનિક સ્થાન બનાવાઈ રહ્યું છે, આ આવનારા સમયમાં એક એવી ચીજ હશે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે."

એક વરિષ્ઠ આઈએએસ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે "હરદીપ પુરી 'એ ચીજ' બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે, જેનો બચાવ મુશ્કેલ છે. મને એ વાત પર કોઈ શંકા નથી કે જે બનશે તેના પર દરેક ભારતીય ગર્વ કરશે, પણ હું એ માનું છું કે આ સમયે આ પ્રોજેક્ટનું કામ ચાલુ રાખવું ખોટું છું. જ્યારે આપણી આસપાસ લોકો મરી રહ્યા છે, તો વધુ એક ઇમારત ઊભી કરવાની શું જલદી છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=7JYDlAmwrco

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Central Vista: Does Narendra Modi really need a new home?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X