For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર લઘુમતીઓ માટે 5 યુનિવર્સિટી શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

upa-2
નવી દિલ્હી, 1 જૂન : લોકસભા ચૂંટણી 2014 નજીક આવતા જ દરેક પાર્ટીઓએ મતદારોને રિઝવવા માટે અત્યારથી જ પ્રયત્નો થરૂ કરી દીધા છે. આ અંતર્ગત કેન્દ્રની યુપીએ સરકાર વર્ષ 2014માં યોજાનારી સામાન્‍ય ચૂંટણી પહેલા વધુ એક મોટું પગલું લેવા જઈ રહી છે. મળેલી માહિતી મુજબ સરકાર લધુમતીઓ માટે 50 ટકા અનામતની સાથે નવી પાંચ યુનિર્વસિટી શરૂ કરવાની યોજના ધરાવે છે.

આ અંગે લધુમતી બાબતોના પ્રધાન કે રહેમાનને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે અનામત માટે સામાજિક આર્થિક પછાતપણાને વધારે મહત્‍વ આપવામાં આવશે. તેમને સ્‍પષ્ટતા કરી હતી કે લધુમતીઓને ર્ધામિક લધુમતીઓ સાથે બાંધછોડ કરવી પડશે નહીં. બંધારણની કલમ 15 અને 16માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે તેમને પણ મહત્‍વ આપવામાં આવશે. જો કે આ પાંચ યુનિવર્સિટી ક્યાં સ્થાપવી તેનો ચોક્કસ નિર્ણય લેવાયો નથી. જો કે આ પાંચ યુનિવર્સિટી અલગ અલગ પાંચ રાજ્યોમાં સ્થાપવામાં આવશે.

કેન્દ્ર સરકાર જે સંભવિત પાંચ રાજ્‍યોમાં લધુમતીઓ માટે 50 ટકા અનામત સાથે પાંચ યુનિર્વસિટી શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે તેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્‍ટ્રનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં કેન્‍દ્ર સરકાર યુપીએના અધ્‍યક્ષ સોનિયા ગાંધીના મત વિસ્‍તાર રાઈબરેલીમાં યુનિર્વસિટી સ્‍થાપિત કરવા માગે છે જ્‍યારે અન્‍ય એક યુનિર્વસિટી કર્ણાટકમાં શ્રીરંગપટનામાં શરૂ કરવામાં આવશે. કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસની સરકાર ચૂંટાઈ આવી છે. કેન્‍દ્ર સરકાર બિહાર, બંગાળ અને મહારાષ્‍ટ્રમાં નાગપુરમાં આવી જ યુનિર્વસિટી શરૂ કરશે.

English summary
Central Government will start 5 new universities for Minorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X