For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તે કયો 'પંજો' હતો જે ખજાનો ખાલી કરી ગયો: પીએમ મોદી

પીએમ મોદી એક દિવસના પ્રવાસ માટે રવિવારે જમ્મુ કાશ્મીરમાં છે. અહીં તેમને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી એક દિવસના પ્રવાસ માટે રવિવારે જમ્મુ કાશ્મીરમાં છે. અહીં તેમને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. ત્યારપછી પ્રધાનમંત્રી જમ્મુના વિજયપુરમાં એક જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદીએ જૂની સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. પીએમ મોદીએ અહીં કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમને કહ્યું કે દિલ્હીમાં બેઠેલી સરકાર કાશ્મીરના વિસ્થાપિત ભાઈઓ અને બહેનોના અધિકાર, સમ્માન અને ગૌરવ માટે સમર્પિત છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે પહેલાની સરકાર દેશની જનતાની જરૂરિયાતો અને સંવેદનાઓ સમજતી ના હતી.

pm modi

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે પહેલાની સરકાર દેશની જરૂરિયાનો સમજતી ના હતી. યુપીએ સરકારે 6 લાખ કરોડ રૂપિયાના દેવામાંફીનું વચન આપ્યું અને ફક્ત 52 હજારનું દેવું માફ કર્યું. આખરે તે કયો 'પંજો' હતો જે તિજોરી સાફ કરી ગયો. તેમને કહ્યું કે મધ્યપ્રદેશમાં એવા ખેડૂતોનું દેવું માફ થઇ રહ્યું છે, જેના પર કોઈ દેવું જ નથી અને જેના પર દેવું છે તેમને ફક્ત 13 રૂપિયા દેવું માફ થઇ રહ્યું છે.

આ પણ વાંચો: રાહુલ-અખિલેશ નહિ, આ 3 મહિલાઓ મોદીને કરી શકે છે સત્તાથી દૂર!

દેવામાફીની 10 વર્ષની યોજનાથી કોંગ્રેસ હવે સચેત થઇ ચુકી છે. જયારે નાણામંત્રી બજેટ વાંચી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના લોકોના ચહેરાઓ જોવા જેવા હતા. અમારી સરકારે એમએસપી પર ખુડૂતોની વર્ષો જૂની માંગને પુરી કરી. રવિ અને ખરીફના 22 પાક પર સમર્થન મૂલ્ય દોઢ ગણું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડો

English summary
Centre Dedicated To The Issues of Kashmiri Pandits: Narendra Modi in Jammu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X