• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ-અખિલેશ નહિ, આ 3 મહિલાઓ મોદીને કરી શકે છે સત્તાથી દૂર!

|

ત્રણ અલગ અલગ વર્ગથી આવનારી આ ત્રણ મહિલા નેતાઓ મેમાં થનારી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની બીજી જીતમાં એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. પ્રિયંકા ગાંધી વાડ્રા એ ગાંધી નહેરુ પરિવારનો હિસ્સો છે જેમણે આઝાદી બાદથી સૌથી વધુ સમય સુધી દેશમાં શાસન કર્યુ. પ્રિયંકાને દેશની સૌથી જૂની પાર્ટીમાં જાન્યુઆરીમાં શામેલ કરી લેવામાં આવ્યા હતા. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોતાનો ચહેરો બનાવ્યો છે. અન્ય બે પાવરફૂલ મહિલા નેતાઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને યુપીના પૂર્વ સીએમ માયાવતી છે. કે જે મોદીની સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) મહાગઠબંધનને એકજૂટ કરવાની કોશિશ કરી રહી છે. જો કે તેમની વચ્ચે હજુ સુધી કોઈ ઠોસ સમજૂતી નથી થઈ.

વિપક્ષ પાસે રાજગની તુલનામાં વધુ શક્તિશાળી મહિલા નેતા

વિપક્ષ પાસે રાજગની તુલનામાં વધુ શક્તિશાળી મહિલા નેતા

યશવંત સિન્હાએ કહ્યુ કે વિપક્ષ પાસે રાજગની તુલનામાં વધુ શક્તિશાળી મહિલા નેતા છે. એટલા માટે તે મતદારો સાથે સામાન્ય રીતે અને વિશેષ રીતે મહિલા મતદારોને લલચાવવામાં સફળ થઈ શકે છે. હાલના રાજ્ય ચૂંટણીમાં ભાજપની હારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ત્રણ મુખ્ય હિંદી રાજ્યોમાં હાર બાદ તેમણે બહુ ચિંતિત થવુ જોઈએ. અને હવે યુપીમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ ભાજપની મુશ્કેલીઓ વધી ગઈ છે. નાચતા સમર્થકોનો ફોટા એ સ્પષ્ટ કરે છે કે લોકો પ્રિયંકામાં તેમના દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને જુએ છે. વળી તેમના ભાષણ લોકો વચ્ચે ઘણા પ્રભાવશાળી છે જે તેમને લોકો સાથે સીધા જોડે છે. પૂર્વમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ વાત માટે ટીકા થતી હતીકે તે પોતાને લોકો સાથે જોડી નથી શકતા.

ત્રેવડા પડકારો

ત્રેવડા પડકારો

અન્ય બે મહિલા નેતાઓની વાત કરીએ તો તે મોદીની સત્તાની પકડને ધમકાવતી જોવા મળી રહી છે. આ બંને નેતાઓને પ્રિયંકાની તુલનામાં વધુ રાજકીય અનુભવ છે. એક ગઠબંધન સરકારમાં બંનેને સંભવિત પ્રધાનમંત્રી ઉમેદવાર રૂપે જોવામાં આવી રહ્યા છે. એક શિક્ષકથી મુખ્યમંત્રી સુધીની સફર કરનાર બસપા સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશમાં દલિત અને પછાત જાતિઓમાં ઘણો પ્રભાવ રાખે છે. હવે તેમને સમાજવાદી પાર્ટીમાંથી સમર્થન પ્રાપ્ત છે જેમને અન્ય પછાત જાતિઓ અને મુસલમાનોનું સમર્થન છે. કેન્દ્ર સરકારમાં બે વાર રેલવે મંત્રી રહી ચૂકેલ મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળમાં બીજી વાર સત્તામાં બિરાજમાન છે. હાલમાં જ તેમણે કોલકત્તામાં 20થી વધુ દળોની મેગા રેલીનું આયોજન કર્યુ હતુ જેમાં તેમના લાખો સમર્થક જોડાયા હતા.

વ્યક્તિગત ગઠબંધન

વ્યક્તિગત ગઠબંધન

કોંગ્રેસનું કહેવુ છે કે તે માયાવતીની બસપા અને સપા ગઠબંધન સાથે ચૂંટણી બાદ ગઠબંધન કરવા ઈચ્છે છે. જો કે તે 78 સીટો પર તેમની સામે લડી રહી છે. વળી, આ ગઠબંધને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે પોતાના ઉમેદવાર ઉતારવાનો ઈનકાર કરી દીધો છે. માયાવતીએ એક પ્રેરૃસ કોન્ફરન્સમાં સપા સાથે ગઠબંધનની ઘોષણા કરતા કહ્યુ કે કોંગ્રેસ આનો હિસ્સો નથી કારણકે આ ચૂંટણીમાં તે અમારી સાથે આવવાથી કોઈ ફાયદો નહિ થાય. બસપા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોનું સમર્થન કરે છે. વળી, બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ઔપચારિક ગઠબંધન નથી. જો કે તે રાહુલ અને પ્રિયંકાને જાણે છે. વળી, પૂર્વ મંત્રી અને બેનર્જીની નજીકના દિનેશ ત્રિવેદીનું કહેવુ છે કે, ‘તેમના સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષના પિતા સાથે વ્યક્તિગત રીતે સારા સંબંધ રહ્યા છે એટલા માટે અનુભવના મામલે મમતા બેનર્જી ઘણા આગળ છે. મને આશ્ચર્ય નહી થાય જો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી મમતા બેનર્જીને કોઈ એવા વ્યક્તિ રૂપે જોશે જે વાસ્તવમાં તેમને પ્રેરિત કરી શકે છે.'

પ્રિયંકા યુપીમાં કોંગ્રેસનો કાયાકલ્પ કરી શકે છે

પ્રિયંકા યુપીમાં કોંગ્રેસનો કાયાકલ્પ કરી શકે છે

સંભવિત વિપક્ષી ગઠબંધન રૂપે પ્રિયંકા, માયાવતી અને બેનર્જીમાં તે તાકાત છે કે તે ચૂંટણીમાં વિવિધ હિસ્સાઓમાં અપીલ કરી શકે છે. કોંગ્રેસના બે સૂત્રોએ કહ્યુ કે પ્રિયંકાના રાજકારણમાં ઔપચારિક પ્રવેશથી ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો કાયાકલ્પ થઈ શકે છે. તેમણે કહ્યુ કે તે રાજ્યમાં ઉચ્ચ જાતિના મતદારોને અપીલ કરી શકે છે જે સામાન્ય રીતે ભાજપને મત આપે છે. ગાંધીના નજીક ગણાતા એક કોંગ્રેસી નેતાએ કહ્યુ કે તે મહિલાઓ, યુવાનો અને મતદારોને આકર્ષિત કરશે. તે પહેલા પણ યુપીમાં પોતાની મા અને ભાઈ માટે ચૂંટણી પ્રચાર કરી ચૂકી છે.

માયાવતીનું જેન્ડર કોઈ મહત્વ નથી ધરાવતુ

માયાવતીનું જેન્ડર કોઈ મહત્વ નથી ધરાવતુ

બસપા પ્રવકતા સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યુ કે માયાવતીનું જેન્ડપ કોઈ મહત્વ નથી ધરાવતુ. ભદોરિયાએ કહ્યુ કે તે એ સ્તર પર પાર્ટીને મેનેજ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ તથ્ય એ છે કે તેમણે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ, દલિતો, અન્ય પછાત જાતિઓ, ગરીબો, લઘુમતીઓને સંગઠિત કર્યા છે. હું તેમેને પુરુષ-મહિલાના સ્ટ્રેટજેકમાં ફિટ નથી કરતો. મને લાગે છે કે તે એક રાષ્ટ્રીય નેતા છે. જો વાત મમતા બેનર્જીની કરીએ તો તેમણે 2011માં પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ જૂની કમ્યુનિસ્ટ સરકારને હરાવી હતી. તેમને સ્ટ્રીટ પોલિટિક્સ માટે ઓળખવામાં આવે છે. હાલમાં તે ભાજપ સામે એક ધર્મનિરપેક્ષ ચહેરો બનીને ઉભર્યા છે.

આ પણ વાંચોઃ વિદ્યા બાલને ખોલ્યો રાઝ, '40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે'

English summary
Priyanka Gandhi, Mamata Banerjee and Mayawati could be PM Modi's biggest nightmare this election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more