કેન્દ્ર સરકારે 5 વર્ષમાં "મચ્છર" પાછળ ખર્ચ્યા 2 હજાર કરોડ રૂપિયા, પણ...

Posted By:
Subscribe to Oneindia News

દેશની રાજધાનીમાં ડેન્ગૂ અને ચિકનગુનિયા જેવી બિમારીઓથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે ગત પાંચ વર્ષમાં બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. પણ તેમ છતાં મચ્છર દ્વારા ફેલાતી બિમારીઓ જેમ કે ચિકનગુનિયા અને ડેન્ગૂમાં વધારો જ થયો છે. અનેક આટલો ખર્ચ કર્યા પછી પણ કોઇ જ પ્રકારની રાહત જોવા નથી મળી. એક આંકડા મુજબ પાછલા પાંચ વર્ષમાં દિલ્હીમાં ડેન્ગૂના કારણે 107 ટકાથી વધુ કેસ નોંધાયા છે. અને ચિકનગુનિયાના કેસમાં 230 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ ગત પાંચ વર્ષોમાં દિલ્હીમાં ડેન્ગૂથી મરનાર દર્દીઓની સંખ્યામાં 82 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યાં જ ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યામાં પણ 230 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે ગત વર્ષોમાં કંસ્ટ્રક્શન વધ્યું છે અને આ કારણે મચ્છરોની બિમારીમાં વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ ભારત ડેન્ગૂ અને મલેરિયાથી બચવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ વેક્સીન અને દવા બનાવવા પર પણ કામ કરી રહી છે.

mosquito

આયુષ મંત્રાલય ડેન્ગૂથી બચાવ માટે દવા પણ બનાવી રહી છે. આ મામલે આર.કે.મનચંદાએ જણાવ્યું કે હોમ્યોપેથીમાં એવી દવા બનાવવામાં આવી છે જેના સેવનથી ડેન્ગૂ જેવી બિમારીનો ખતરો ઓછો થાય. એક આંકડા મુજબ દેશ ભરમાં 618 હોસ્પિટલો અને સ્વાસ્થય કેન્દ્રો પર ડેન્ગૂ અને ચિકનગુનિયાની તપાસ સાથે ઇલાજની પણ સુવિધા ઉપલબ્ધ છે. અને આ તમામ માટે સરકારી મદદ પણ લેવામાં આવે છે. પણ તેમ છતાં બિમારીઓ પર કાબુ મેળવવામાં નથી આવ્યો. ગુજરાતમાં પણ દર વખતે ડેન્ગૂ અને મલેરિયા અને ચિકનગુનિયા જેવી બિમારી અનેક લોકોનો ભોગ લે છે. અને સરકાર દ્વારા પણ આ મામલે ખર્ચો કરવામાં આવતા દર વર્ષે આ બિમારીઓના દર્દીઓનું પ્રમાણ વધે છે. જે ચિંતાજનક વાત છે.

English summary
Centre government spent 2000 crore on chikungunya and dengue. But still diseases are spreading widely

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.