For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ સિંહ

જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મૂ અને કાશ્મીરમાં ચૂંટણી માટે તૈયાર છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર રાજનાથ સિંહે કહ્યું કે રાજનૈતિક પરિસ્થિતિઓને જોવા કોઈ અન્ય વિકલ્પ બચ્યો નહોતો. રાજનાથ સિંહે લોકસભામાં નિવેદન આપતા કહ્યું કે રાજ્યપાલની પાસે રાષ્ટ્રપતિ શાસન સિવાય અન્ય કોઈપણ વિકલ્પ બચ્યો નહોતો, કેમ કે કોઈપણ રાજનૈતિક દળ જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે તૈયાર નહોતી.

અમારા ઈરાદા પર શક ન કરવો જોઈએ

અમારા ઈરાદા પર શક ન કરવો જોઈએ

સંસદમાં એક પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે વિપક્ષના દાવાને ફગાવતા કહ્યું કે, રાજ્યપાલે તમામ દળો સાથે વાત કરીને જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી, કેમ કે કોઈપણ સરકાર બનાવવા માંગતું નહોતું. રાજનાથે કહ્યું કે અમારી દાનત પર શક ન કરવો જોઈએ કેમ કે જો આવું થાય તો 6 મહિનાના રાજ્યપાલ શાસન દરમિયાન ભાજપ ત્યાં તોડફોડ કરીને સરકાર બનાવી લેત.

કાશ્મીરના સમસ્યા બહુ જૂની અને ગંભીર સમસ્યા છે

કાશ્મીરના સમસ્યા બહુ જૂની અને ગંભીર સમસ્યા છે

તેમણે કહ્યું કે કાશ્મીરના સમસ્યા બહુ જૂની અને ગંભીર સમસ્યા છે, તે લોકો અમારાથી અલગ નથી, તેમના હાલાત પર સૌકોઈને તકલીફ થાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે સમસ્યાઓ દૂર કરવા માટે અમે બધા સાથે વાતચીત કરવા તૈયાર છીએ. રાજ્યમાં ચૂંટણી કરાવવા વિશે કેટલાક સદસ્યોના સવાલનો જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું કે ચૂંટણી કરાવવી ચૂંટણી પંચનું કામ છે પરંતુ અમે ચૂંટણી માટે પૂરી રીતે તૈયાર છીએ. જો ચૂંટણી પંચ ચૂંટણી માટે સુરક્ષા માંગે છે તો અમે પ્રદાન કરશું. તેમણે કહ્યું કે કેન્દ્ર લોકતાંત્રિક પ્રક્રિયાને આગળ વધારવા માટે પૂરી રીતે તૈયાર છીએ.

જમીની સ્તર પર અમે ત્યાં લોકતંત્રની મજબૂતી માટે કામ કરી રહ્યા છીએ

જમીની સ્તર પર અમે ત્યાં લોકતંત્રની મજબૂતી માટે કામ કરી રહ્યા છીએ

ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જમ્મૂ-કાસ્મીરના હાલાત સુધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને જમીની સ્તર પર અમે ત્યાં લોકતંત્રની મજબૂતી માટે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બૉડી ઈલેક્શનમાં પણ અમુક વિસ્તારને છોડીને બાકી બધી જ જગ્યાએ વોટ શેર સારા રહ્યા. જણાવી દઈએ કે અગાઉ સદનમાં નેશનલ કોન્ફ્રન્સના સાંસદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીરમાં ચર્ચા વિના કોઈપણ પરિણામ પર ન પહોંચી શકાય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન સીધા દિલ્હીથી ચાલે છે અને ત્યાં જલદી ચૂંટણી કરાવી સરકારનું ગઠબંધન કરવું જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું કે ત્યાંના લોકો મરી રહ્યા છે, આ ચિંતાવાળી વાત છે કેમ કે જો એવું ન થાય તો ત્યાંના તમામ વિકાસ કાર્ય અટકી જશે અને હાલાત બેકાબૂ હશે.

બિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગીબિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગી

English summary
centre Govt ready for assembly polls in jammu and kashmir, says Rajnath Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X