For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર કાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કેન્દ્ર સરકાર

|
Google Oneindia Gujarati News

supreme-court-of-india
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : કેન્દ્ર સરકારે આધાર કાર્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ આપવામાં આવેલા આદેશમાં ફેરફાર કરવાની માંગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આધાર કાર્ડ અનિવાર્ય નથી. કોઇ પણ વ્યક્તિને આધાર કાર્ડ નહીં હોવાના આધારે સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરાકર એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી ઉપલબ્ધ કરાવવા સહિતની અનેક જન કલ્યાણની યોજનાઓમાં આધાર કાર્ડને લાભાર્થીની ઓળખ માટેના એક પુરાવા તરીકે અમલી બનાવવા ઇચ્છે છે.

કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી શતશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે જણાવ્યું હતું કે તે આઠ ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારની આ અરજી પર સુનવણી કરશે. સોલિસીટર જનરલ મોહન પરાશરણે ન્યાયાલય સમક્ષ આ કેસ રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મુદ્દે આદેશ આપ્યો હતો કે અનેક સરકારી યોજનાઓમાં લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી નથી. આ યોજનાઓમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે આધાર કાર્ડ બનાવવાનો નિર્ણય લોકોની ઇચ્છા પર નિર્ભર છે.

English summary
Centre moves SC for modification of order on Aadhar card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X