For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વૉર્ડન સસ્પેન્ડ, નવો મોબાઈલ, વૉશરુમમાં ફેરફાર...', આ માંગણી પછી ચંદીગઢમાં યુનિવર્સિટીમાં શાંત થયો વિરોધ

ચંદીગઢ યુનિવર્સિટી હૉસ્ટેલની છોકરીઓના નહાતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ ચંદીગઢ યુનિવર્સિટી હૉસ્ટેલની છોકરીઓના નહાતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચંદીગઢ યુનિવર્સિટીમાં વાયરલ વીડિયોનો વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીઓએ બે દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યુ. આ વિરોધોએ વ્યાપક ધ્યાન ખેંચ્યુ અને બે રાજ્યોની પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. પરંતુ રવિવારે મોડી રાત્રે ખાતરી મળતાં વિદ્યાર્થીઓએ આંદોલન પાછુ ખેંચ્યુ હતુ. છોકરીઓના નહાવાનો વીડિયો બનાવનારી યુવતી ચંદીગઢ યુનિવર્સિટીની હતી, તે વીડિયો બનાવીને સિમલામાં રહેતા તેના બૉયફ્રેન્ડને મોકલતી હતી, જે તેને વાયરલ કરતો હતો. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે.

આ માંગો પછી શાંત થયો છાત્રોનો ગુસ્સો

આ માંગો પછી શાંત થયો છાત્રોનો ગુસ્સો

પ્રશાસને વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવામાં આવશે તેવી ખાતરી આપી ત્યારબાદ વિદ્યાર્થીઓએ હડતાળ પાછી ખેંચી છે. વિદ્યાર્થીઓની માંગ છે કે તપાસ અધિકારી 10 સભ્યોની વિદ્યાર્થીઓની સમિતિને કેસની દરેક લેટેસ્ટ અપડેટ આપે. જે હૉસ્ટેલમાં આ ઘટના બની હતી તે હૉસ્ટેલના વૉર્ડનને સસ્પેન્ડ કરવામાં આવશે, ગર્લ્સ હૉસ્ટેલની તપાસ કરવામાં આવશે, યુનિવર્સિટીએ પણ ખાતરી આપી છે કે તેઓ વિરોધ દરમિયાન તૂટી ગયેલા વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનના બદલામાં નવા મોબાઈલ ફોન આપશે. ગર્લ્સ હૉસ્ટેલના વૉશરૂમના દરવાજા બદલવામાં આવશે.

રવિવારે રાતે 1.30 વાગે ખતમ થયા ધરણા

રવિવારે રાતે 1.30 વાગે ખતમ થયા ધરણા

ચંદીગઢ યુનિવર્સિટીમાં ધરણા રવિવારે રાત્રે અને સોમવારે સવારે 1.30 વાગે સંબંધિત અધિકારીઓની ખાતરી પછી સમાપ્ત થયા. યુનિવર્સિટી 24 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. મોહાલીના ડેપ્યુટી કમિશનર અમિત તલવારે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે અને આ મામલે વિશેષ તપાસ ટીમની પણ રચના કરવામાં આવી છે. આ કેસમાં વિશેષ તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી. અનેક યુવતીઓ દ્વારા વાંધાજનક વીડિયો લીક કરવાનો આરોપ લાગ્યા બાદ રવિવારે સવારે લગભગ 2.30 વાગ્યે આંદોલન શરૂ થયુ હતુ. બાદમાં પોલીસ અને યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી કે આ કેસમાં મુખ્ય આરોપી એવા વિદ્યાર્થી દ્વારા માત્ર એક વીડિયો શિમલામાં એક વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો.

3 લોકોની ધરપકડ

3 લોકોની ધરપકડ

ચંદીગઢ યુનિવર્સિટી વીડિયો વિવાદ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના એક છાત્રા અને બે પુરૂષો છે. આ કેસમાં ત્રીજા આરોપીની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે, જે શિમલાનો 31 વર્ષીય વ્યક્તિ છે. આ સિવાય યુનિવર્સિટીની 22 વર્ષની વિદ્યાર્થીની અને તેના 23 વર્ષીય મિત્રની ધરપકડ કરવામાં આવી છે.

પ્રારંભિક ઈનપુટ્સથી શું જાણવા મળ્યુ

પ્રારંભિક ઈનપુટ્સથી શું જાણવા મળ્યુ

પ્રારંભિક ઇનપુટ્સથી જાણવા મળ્યુ છે કે 60 વિદ્યાર્થિનીઓનો વીડિયો આરોપીએ હિમાચલ પ્રદેશમાં તેના મિત્ર સાથે કથિત રીતે શેર કર્યો હતો. બાદમાં પોલીસ અને યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે આરોપીએ માત્ર તેનો વીડિયો તેના મિત્ર સાથે શેર કર્યો હતો.

શું ખરેખર છોકરીઓએ કરી હતી આત્મહત્યાની કોશિશ?

શું ખરેખર છોકરીઓએ કરી હતી આત્મહત્યાની કોશિશ?

વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરી હોવાની પણ અફવા ફેલાઈ હતી. જો કે, યુનિવર્સિટીએ કહ્યુ છે કે તેમણે આવી કોઈ ઘટના જોઈ નથી. વિરોધ વચ્ચે કેટલીક છોકરીઓ બેભાન થઈ ગઈ હતી અને તેમને સ્થાનિક સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેમને થોડા કલાકો પછી રજા આપવામાં આવી હતી.

English summary
Chandigarh University 'leaked' video row ends after student's demand heeded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X