રાજકારણની સૌથી હૉટ સીટ ચાંદની ચૌક
નવી દિલ્હી, 25 માર્ચઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દિલ્હી હંમેશાથી ચૂંટણીમાં મહત્વનું રહ્યું છે. લોકસભાની માત્ર સાત બેઠકો હોવા છતાં પણ રાજકીય દળોની નજર દિલ્હી પર હોય છે. આ વખતે દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી ચાંદની ચૌક લોકસભા બેઠક આગામી ચૂંટણીની સૌથી હૉટ બેઠકમાની એક બની ગઇ છે. જો એમ કહીંએ કે વારાણસી બાદ બધાનું ધ્યાન ચાંદની ચૌક પર ટકેલું છે તો તે ખોટું નહીં કહેવાય. કારણ માત્ર એટલું જ છે કે રાજકારણના મેદાનમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ટ્રમ્પ કાર્ડ રમ્યા છે.
શું કહે છે આંકડા
ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર પોતાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હર્ષવર્ધનને ઉતાર્યા છે તો કોંગ્રેસે પોતાના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને ઉતાર્યા છે. કપિલ સિબ્બલ 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આ ક્ષેત્રમાં જીત અપાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષને મેદાનમાં ઉતાર્યા છે.
તેવામાં ચાંદની ચૌકનું મહત્વ વધી જાય એ સ્વાભાવિક છે. 1956માં ચાંદની ચૌકને સંસદીય ક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું, 8 મેટ્રોપોલિટન કાઉન્સિલ બેઠકો પર 1993માં વિધાનસભાની રચના બાદ આ બેઠક અતંર્ગત 6 વિધાનસભા બેઠકો પહાડગંજ, મટિયા મહલ, બલ્લીરામન, ચાંદની ચૌક, મિંટો રોડ અને રામ નગર સામેલ કરવામાં આવ્યા, જ્યારે 2008માં પરિસીમન બાદ આ સંસદીય બેઠકમાં 10 વિધાનસભાની બેઠકો સામેલ કરવામાં આવી. ચાંદની ચૌક સંસદીય ક્ષેત્રમાં કુલ 14,13,535 મતદાતા છે, જેમાં 7,83,545 પુરુષ અને 6,29,990 મહિલા સામેલ છે.

રાજકારણ ઇતિહાસ
આજ સુધી બેઠકમાં ચૂંટાયેલા 14માં સાંસદોમાં 9 કોંગ્રેસી રહ્યાં છે. જેમાં 2004 અને 2009માં કપિલ સિબ્બલ ચૂંટાયા હતા. આ પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જેપી અગ્રવાલ 1984, 1989 અને 1996માં આ બેઠકથી સાંસદ હતા. ચાંદની ચૌક ક્ષેત્રમાં વ્યાપારી વર્ગની સંખ્યા વધારે છે. આ બેઠક પર 30થી 35 ટકા વ્યાપારીઓની કબજો છે.

ઉમેદવારો વચ્ચે ટક્કર
જો ઉમેદવારો વચ્ચે ટક્કરની વાત કરવામાં આવે તો સીધો મુકાબલો કોંગ્રેસના કપિલ સિબ્બલ અને ભાજપના હર્ષવર્ધન વચ્ચે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ જ્યાં મહાકૌભાંડો, મોંઘવારી અને એન્ટી એનકંબેંસી ફેક્ટર સામે લડી રહી છે તો બીજી તરફ આપ ઉમેદવાર કેજરીવાલની મેદાન છોડીને જતા રહેવાની પ્રણાલીથી પરેશાન છે. જ્યારે નમો ફેક્ટરની ચાંદની ચૌક સંસદીય ક્ષેત્રમાં કોઇ ખાસ હવા જોવા મળી રહી નથી. તેવામાં અહીંના નિર્ણય ચોંકાવનારા આવશે તે નક્કી છે.

‘આપ'ની સ્થિતિ
આમ આદમી પાર્ટીની સ્થિતિ ચાંદની ચૌકમાં ખાસ જોવા મળતી નથી. આમ આદમી પાર્ટીને માત્ર 49 દિવસમાં દિલ્હીની સત્તાનો ત્યાગ કરવાનો તેમનો નિર્ણય તેમના માટે સૌથી મોટો ઘાતક સાબિત થઇ શકે છે. લોકોનો વિશ્વાસ આપે ગુમાવી દીધો છે. તેની કિંમત આપ ઉમેદવાર આશુતોષને ચાંદની ચૌકમાં પણ ચુકાવી પડશે.

જનતાનો ફીડબેક
ચાંદની ચૌકમાં સાડીના વેપારી દિનેશ કુમાર કહે છે કે 49 દિવસમાં આમ આદમી પાર્ટી દિલ્હી છોડીને ભાગી ગઇ, તેવામાં જનતા હવે આપ પર વિશ્વાસ કરી શકે નહીં. તો ચાંદની ચૌકમાં પરાઠે વાલી ગલીમાં ઢાબામાં કામ કરતા મદનનું કહેવું છે કે ચાંદની ચૌકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે.












Click it and Unblock the Notifications
