For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2નુ ઑર્બિટર ચંદ્રની કક્ષામાં સંપૂર્ણપણે સુરક્ષિત, લગાવી રહ્યુ છે ચક્કરઃ ઈસરો

ઈસરોના એક અધિકારીએ જણાવ્યુ છે કે વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો છે પરંતુ ચંદ્રયાન 2નુ ઑર્બિટર ચંદ્રની કક્ષામાં સુરક્ષિત છે અને ચક્કર લગાવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચંદ્રયાન 2ના લેંડર 'વિક્રમ'નો ચંદ્ર પર ઉતરતી વખતે પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. ચંદ્રની સપાટીને સ્પર્શવાની થોડી મિનિટો પહેલા લેંડર 'વિક્રમ'નો પૃથ્વી સાથે સંપર્ક તૂટ્યા બાદ ઈસરોના એક અધિકારીએ જણાવ્યુ છે કે વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો છે પરંતુ ચંદ્રયાન 2નુ ઑર્બિટર ચંદ્રની કક્ષામાં સુરક્ષિત છે અને ચક્કર લગાવી રહ્યુ છે.

ઑર્બિટર ચંદ્રમાની કક્ષામાં સામાન્ય રીતે કામ કરી રહ્યુ

ઑર્બિટર ચંદ્રમાની કક્ષામાં સામાન્ય રીતે કામ કરી રહ્યુ

ઈસરોના અધિકારીએ પીટીઆઈને જણાવ્યુ કે ઑર્બિટર ચંદ્રમાની કક્ષામા સંપૂર્ણપણે બરાબર અને સુરક્ષિત છે અને સામાન્ય રીતે કામ કરી રહ્યુ છે. લેંડર રોવરને બે સપ્ટેમ્બરે ઑર્બિટર સાથે સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યુ હતુ. ઑર્બિટર અત્યારે પણ ચંદ્રથી લગભગ 100 કિલોમીટર દૂર કક્ષામાં સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યુ છે. 2379 કિલોગ્રામ ઑર્બિટરના મિશનનો જીવનકાળ એક વર્ષનો છે.

22 જુલાઈના રોજ જીએસએલવી એમકે-3 એમ1 રૉકેટથી પ્રક્ષેપણ

22 જુલાઈના રોજ જીએસએલવી એમકે-3 એમ1 રૉકેટથી પ્રક્ષેપણ

તમને જણાવી દઈએ કે 3,840 કિલોગ્રામ વજનના ચંદ્રયાન 2ને 22 જુલાઈના રોજ જીએસએલવી એમકે-3 એમ-1 રૉકેટથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતુ. અંતરિક્ષ યાન 20 ઓગસ્ટના રોજ ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયુ હતુ. ઈસરોએ બે સપ્ટેમ્બરે ઑર્બિટરથી લેંડરને અલગ કરવામાં સફળતા મેળવી હતી પરંતુ શનિવારે સવારે વિક્રમનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહી આ મહત્વની વાતોઆ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહી આ મહત્વની વાતો

પીએમ મોદીએ વધાર્યુ વૈજ્ઞાનિકોનું મનોબળ

પીએમ મોદીએ વધાર્યુ વૈજ્ઞાનિકોનું મનોબળ

ચંદ્રયાન 2ના લેંડર વિક્રમનો ચંદ્ર પર ઉતરતી વખતે સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે લેંડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર ઉંચાઈએ હતુ. આ સાથે જ વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. આ દરમિયાન ઈસરોના કંટ્રોલ સેન્ટરમાં હાજર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી. વળી, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઈસરો કંટ્રોલ સેન્ટરથી રાષ્ટ્રને સંબોધિત કર્યા. ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા પીએમ મોદીએ કહ્યુ, તમે એ લોકો છો જે મા ભારતી માટે, તેની જય માટે જીવો છો, તમે એ લોકો છો જે મા ભારતી માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જે મા ભારતી માટે જીવો છો. મા ભારતીનુ શિશ ઉચુ રહે તે માટે પોતાનુ આખુ જીવન ખપાવી દો છો.

English summary
Chandrayaan 2 orbiter healthy and safe in lunar orbit says Isro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X